આગામી મહિને RSS ની રાષ્ટ્રીય બેઠકઃ ‘જ્ઞાનવાપી’ ચર્ચાશે
નવીદિલ્હી,દેશમાં જ્ઞાનવાપી મસ્જીદ બાદ હવે શરૂ થયેલા પૈગંબર વિવાદ વચ્ચે આગામી મહિને જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં આ મુદાઓ પર વ્યાપક ચર્ચા થશે.
જાે કે જ્ઞાનવાપી મસ્જીદ વિવાદ હાલ ટ્રાયલ કોર્ટની છેક સુપ્રીમ કોર્ટમાં છે અને તેથી કોઈ જાહેર નિવેદનોથી આરએસએસ દૂર રહેશે પણ હાલમાં જ નાગપુરમાં સંઘની પ્રશિક્ષણ શિબિરમાં સરસંઘ ચાલક મોહન ભાગવતે દરેક મસ્જીદમાં શિવલીંગ નહી જાેવા તથા સંઘ કાશી-મથુરા સહિતના વિવાદોમાં સામેલ નથી તેવા વિધાનો કરીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ બેઠકમાં આરએસએસના શતાબ્દી સમારોહ અંગે પણ ચર્ચા થશે અને ખાસ કરીને મુસ્લીમોને કઈ રીતે સંઘ સાથે જાેડીને એક રાષ્ટ્રવાદી તાકાત તરીકે સંઘને આગળ વધારવો જાેઈએ. તેના પર પણ એક રોડમેપ તૈયાર કરાશે.HS2KP