Western Times News

Gujarati News

આગામી યુપી ચુંટણીમાં ભાજપ સત્તામાં આવી શકશે નહીં : સંજયસિંહ

ઇટાવા: આમ આદમી પાર્ટી (આપ)ના રાજયસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે ૨૦૨૨માં યોજાનાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભાજપનું બીજીવાર સત્તામાં આવવાનું સપનુ સપનામાં જ રહેશે રાજયની સ્થિતિ એવી છે જેથી લાગી રહ્યું નથી કે ભાજપ એકવાર ફરી વાપસી કરી શકશે. સંજય સિંહે અહીં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી ૮ જુલાઇથી ૮ ઓગષ્ટ સુધી યુપીમાં એક કરોડ કાર્યકર્તાને જાેડશે દિલ્હીનું કેજરીવાલ મોડેલ વિકાસનું મોડલ છે સમગ્ર દેશમાં કેજરીવાલ મોડલની ચર્ચા છે.

તેમણે કહ્યું કે યુપી જાેડો અભિયાન હેઠળ ઉત્તરપ્રદેશમાં પણ કેજરીવાલ મોડલ લાગુ કરવામાં આવશે મફત વિજળી,મોહલ્લા કલીનિક દ્વારા લોકોને મફત સારવારની સુવિધા મળશે મહિલાઓને બસમાં સફર કરવાનું મફત કરવામાં આવશે. તમામને મફતમાં આરોગ્ય સુવિધા બધાને મફતમાં વિજળી કરાવવામાં આવશે આ ઉપરાંત કિસાનોને પાકના યોગ્ય ભાગ ઉપલબ્ધ કરાવાશે યુવાનોને રોજગાર અને બેરોજગારી ભથ્થુ ઉપલબ્ધ કરાવવું પાર્ટીની પ્રાથમિકતામાં હશે

તેમણે કહ્યં કે ઉત્તરપ્રદેશના તમામ જીલ્લામાં શરૂ થયેલ યુપી જાેડો સભ્ય અભિયાનને લઇ જનતામાં ખુબ ઉત્સાહ છે બુનિયાદી મુદ્દા પર રાજનીતિ કરનારી આમ આદમી પાર્ટીને યુપીમાં અપાર જન સમર્થન મળી કહ્યું છે પાર્ટીના સંયોજક કેજરીવાલની નીતિઓ અને તેમના વિકાસના મોડલથી અહીંની જનતા ખુબ પ્રભાવિત છે અન્ય રાજનીતિક પક્ષોના અનેક મોટા નેતા પાર્ટીના સંપર્કમાં છે જે તાકિદે પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કરશે

સંજય સિંહે કેન્દ્ર અને યુપી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ દરમિયાન પણ નાગરિકોને વેકસીન મળી રહી નથી યુપીમાં પણ વેકસીન સેન્ટરો બંધ હાલતમાં છે છતાં વડાપ્રધાન રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી રહ્યાં છે અને પ્રજાને વેકસીન મળી રહી નથી.રાજયમાં આરોગ્યની સ્થિતિ ખરાબ હોવાથી કોરોનાથી અનેક લોકોના મૃત્યુ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.