આગામી વર્ષથી નહીં રદ થાય, ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા

અમદાવાદ, રાજ્યમાં આગામી વર્ષથી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવશે તેવી ચર્ચા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થઈ રહી હતી.
જાે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે.
આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે. દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો.
ધોરણ ૮ અને ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે જ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.
બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકલન પ્રણાલીની નુકસાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓની માળખાની પુનઃરચના કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.
‘નવી એજ્યુકેશન પોલિસી આવવાની છે ત્યારે કેટલાક લોકોમાં બોર્ડની પરીક્ષા રદ થવાની હોવાની ગેરસમજ ફેલાઈ રહી છે. વાસ્તવિકતા એ છે કે નવી એજ્યુકેશન પોલિસીમાં પણ બોર્ડની પરીક્ષા દૂર કરવા અંગે કોઈ જાેગવાી નથઈ. આ પરીક્ષા જેમ છે તેમ જ લેવામાં આવશે.
વિદ્યાર્થીઓ વધારાની સુધારણા પરીક્ષા આપી શકશે. આ સિવાય માર્કશીટ જમા કરાવીને નવી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જાે કે, આ બંને વ્યવસ્થા ગુજરાતમાં અગાઉથી જ ચાલુ છે’, તેમ સંયુક્ત નિયામક બી.એન. રાજગોરે જણાવ્યું હતું.
હાલ, ગુજરાતભરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી હતી. તેથી, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવાના બદલે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.SSS