આગામી વર્ષના અંત સુધીમાં રામ લલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે: યોગી

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે સાતમાંથી પાંચ તબક્કામાં મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારોમાં જાેરશોરથી પ્રચાર કરી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુરમાં જનસભા કરી હતી.
આ દરમિયાન સીએમ યોગીએ અયોધ્યા રામ મંદિર વિશે કહ્યું કે ૨૦૨૩માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થશે અને રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે. કાનપુરમાં એક જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કરહલમાં યોજાનારી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જમાનત જપ્ત થશે અને ભાજપની જીત થશે. સમાજવાદી પાર્ટીના કમાન્ડર રણમેદાન છોડી રહ્યા છે ત્યારે ભાજપે આખી લડાઈ જીતી લીધી છે.
રામ મંદિરને લઈને સીએમ યોગીએ કહ્યું કે ૨૦૨૩માં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થશે અને રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે. યોગીએ કહ્યું કે રામ લલ્લાની મૂર્તિને આવતા વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, જેનાથી ભારતમાં ‘રામ રાજ્ય’ની સ્થાપનાનો માર્ગ મોકળો થશે.
અખિલેશ યાદવ પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે ગઈકાલે હું જાેઈ રહ્યો હતો કે સપાના ઉમેદવાર નોમિનેશન માટે કરહલ આવ્યા હતા, પછી તેમણે કહ્યું કે હવે હું ફરીથી સર્ટિફિકેટ લેવા આવીશ, પરંતુ એસપી સિંહ બઘેલે તેમને ૫મા દિવસે જ અહીં આવવાની ફરજ પાડી હતી.HS