આગામી વર્ષે મળશે અઢળક નોકરીઓ, પગાર પણ વધશે
નવી દિલ્લી, નોકરી કરનારા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એક સર્વે પ્રમાણે વર્ષ ૨૦૨૨માં ભારતના કોર્પોરેટ સેક્ટરના કર્મચારીઓના પગારમાં સરેરાશ ૯.૩ ટકાનો વધારો થઈ શકે છે. કર્મચારીઓને ચારેબાજુએથી ચાંદી-ચાંદી જ રહેશે. લોકોને અઢળક નોકરીઓ મળશે અને તે જ્યાં રહેશે ત્યાં પણ સેલેરીમાં સારો વધારો થશે.
આ રિપોર્ટમાં કહેવાામાં આવ્યું છે કે એશિયા-પ્રશાંતમાં આગામી વર્ષ સૌથી સારી સેલેરી સરસાઈ ભારતમાં થશે. વૈશ્વિક સલાહકાર, બ્રોકિંગ અને સમાધાન કંપની Willis Towers Watsonના સેલેરી બજેટ પ્લાનિંગ રિપોર્ટ અનુસાર ભારતમાં હાઈ સેલેરીનો દોર પાછો આવી શકે છે. ભારતમાં વર્ષ ૨૦૨૨માં કર્મચારીઓના પગારમાં સરેરાશ ૯.૩ ટકાનો વધારો થશે. એટલું જ નહીં વર્ષ ૨૦૨૧માં સેલેરી સરસાઈ ૮ ટકા રહેવાનું અનુમાન છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓની સામે કર્મચારીઓને આકર્ષિત કરવા અને તેમને પોતાની સાથે જાેડી રાખવાનો પડકાર છે. એવામાં ૨૦૨૨માં કંપનીઓ કર્મચારીઓના પગારમાં વધારો કરશે. રિપોર્ટ પ્રમાણે ઈકોનોમીમાં સુધારાના કારણે ભારતમાં કંપનીઓએ આગામી ૧૨ મહિનાના પોતાના રેવેન્યૂ આઉટલુકને લઈને સકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેના કારણે આગામી વર્ષે કંપનીઓની ભરતી પ્રક્રિયામાં ૩૦ ટકાનો વધારો થઈ શકે છે.
કર્મચારીઓ માટે ૨૦૨૨નું વર્ષ સૌથી સારું રહેવાની શક્યતા છે. જેમાં અનેક નોકરીઓ હશે અને જ્યાં રહેશે ત્યાં પણ સેલેરીમાં સારો વધારો થશે. આ રિપોર્ટ છમાહી સર્વે છે. આ સર્વે મે અને જૂન ૨૦૨૧ દરમિયાન એશિયા-પ્રશાંતના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોની ૧૪૦૫ કંપનીઓની વચ્ચે કરવામાં આવ્યો. તેમાંથી ૪૩૫ કંપનીઓ ભારતની છે.SSS