Western Times News

Gujarati News

આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે રોકાણ કરશે

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આર્ત્મનિભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણોમાં સહભાગી થશે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે કોરોનાની સ્થિતિ અને ત્યાર બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે. એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે. તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.તેમણે જાપાનના પ્રધાનમંત્રીની ભારત-ગુજરાત-અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભનો અનુભવ થયો છે. વિજય રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતાં.

આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન,ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્સ બિના એમ.ડી નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જાેડાયા હતાં. મુખ્ય મંત્રીએ જાપાન કોંસ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.