આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CM દ્વારા તૈયારીની સૂચના અપાઈ
ગાંધીનગર, ગુજરાતમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણી પરિણામો, વિવિધ એÂક્ઝટ પોલમાં જેવા ગાજ્યા હતા, એવા વરસ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશની ધુરા સંભાળી તો લીધી છે, પરંતુ ગુજરાત સહિત દેશમાં અનેક રાજ્યોમાં ભાજપે તેના નિર્ધારક લક્ષ્યાંકને પહોંચી વળવામાં સફળતા મળી નથી.જેને લઈને હવે પરિણામો બાદ દરેક રાજ્યમાં આ માટે મનોમંથન બેઠકો શરૂ કરવામાં આવી છે,
જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠકમાં તમામ સાસંદો, પ્રભારી, જિલ્લા સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.જેમાં આજે લોકસભા અને વિધાનસભા પરિણામોનું ભાજપ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં દરેક ચૂંટાયેલા અને હારેલા ઉમેદવારો સાથે વન-ટુ-વન ચર્ચા કરાઈ હતી અને આ ચર્ચા દરમિયાન કાંઠે આવીને ડૂબી ગયેલા અને માત્ર તણખલાંના સહારે તરી ગયેલા લોકોએ ભાજપનાં જ લોકો દ્વારા – ભાજપમાં જ રહીને વિરોધ પક્ષ માટે કેટલાક ધારાસભ્યો અને સંગઠનના નેતાઓએ કામ કર્યુ હોવાની ફરિયાદો કરાઈ હતી.
તમામનો બળાપો સાંભળ્યા બાદ યોગ્ય પગલાની ખાતરી સાથે સીએમ દ્વારા તમામને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીની સૂચના અપાઈ હતી. આગામી ઓક્ટોબર મહિનામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અત્યારથી કામે લાગી જવા સુચના આપવામા આવી હતી. ઓબીસી અનામત અંગે વિલંબ કરવાથી હાઇકોર્ટ દ્વારા પડેલી ફટકાર બાદ થયેલી કાર્યવાહીના લીધે છેલ્લા દસ બાર મહિનાથી બે જિલ્લા પંચાયત,
૧૦ તાલુકા પંચાયત અને ૭૨ નગરપાલિકાઓની ચૂંટણીને લઈ મનોમંથન શરુ કરવામા આવ્યુ છેઆગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી વખતે ઊભા થયેલા ક્ષત્રિય આંદોલનની અસર થઈ શકે તેમ છે. નગરપાલિકાઓ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નવરાત્રી બાદ યોજાય તેવી શક્યતા છે.આ ચૂંટણીઓમાં મત વિસ્તારો ખૂબ જ નાના બન્યા હોવાથી નવા પ્રમુખની વરણી પણ કરવી પડે એમ છે.