Western Times News

Gujarati News

આગામી ૫ દિવસ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી

FILE PHOTO

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટોર્મ એક્ટીવના કારણે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ,  રાજ્યમાં ગરમી અને બફારા વચ્ચે લોકો મેઘરાજાના આગમનની રાહ જાેઈ રહ્યા છે. જાે કે ચોમાસુ મહારાષ્ટ્રના કેટલાક ભાગ સુધી પહોંચી ગયું છે. અને આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે.

જાે કે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ આવે છે તે પહેલાં જ પ્રી મોન્સૂન વરસાદ આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બની રહ્યો છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજાની સારી એવી પધરામણી પણ થઇ ગઇ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ૫ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટોર્મ એક્ટીવના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ૩ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે સ્થિતિઓ અનુકુળ બનતી રહેશે. દક્ષિણ ગુજરાતના તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

૧૩ જૂન, ૨૦૨૨ ઃ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં થન્ડર સ્ટ્રોમના કારણે ભારે પવન સાથે એટલે કે ૩૦ થી ૪૦ કિલોમીટરની પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૪ જૂન, ૨૦૨૨ ઃ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દીવ ગાજવીજ સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૫ જૂન, ૨૦૨૨ ઃ સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૬ જૂન, ૨૦૨૨ ઃ સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર દીવમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.