આગામી 5 ઓગસ્ટે થઈ શકે છે રામમંદિરનું ભૂમિપુજન
નવી દિલ્હી, અયોધ્યામાં રામમંદિર નિર્માણની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી 5 ઓગસ્ટથી રામમંદિર નિર્માણ શરૂ થઈ શકે છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વડાપ્રધાન પાંચ ઓગસ્ટે અયોધ્યા જઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે સવારે આઠ વાગ્યાથી ભૂમિ પુજન શરૂ થશે. વડાપ્રધાન સવારે 11 થી બપોરે એક વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે.
ઉલ્લેખનિય છે કે, શ્રી રામતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે પત્ર લખીને વડાપ્રધાનને કહ્યું કે, તેઓ અયોધ્યા આવીને રામમંદિરનું ભૂમિપુજન કરે જેથી ઝડપથી મંદિરના ગર્ભગૃહનું કામ શરૂ થાય.
પીએમઓમાં શિલાન્યાસ માટે 3 ઓગસ્ટ અને પાંચ ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. તેમણે વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું કે, ટ્રસ્ટ ઈચ્છે છે કે શ્રાવણ મહિનામાં વડાપ્રધાન અયોધ્યા આવે, ભૂમિ પુજન બાદ મંદિર નિર્માણ શરૂ થયા અને 2022ની રામનવમી ભગવાન રામના મંદિરમાં મનાવવામાં આવે.