આગામી 5 વર્ષમાં બ્રિટનને પછાળી દે છે ભારત, 2030 સુધી ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે: CEBR
નવી દિલ્હી, ભારત 2025 સુધી બ્રિટનને પછાડીને ફરીથી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને 2030 સુધી ત્રીજા સ્થાન પર પહોંચી જશે, કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત 2020માં ભારતીય અર્થતંત્ર એર પગથીયું નીચે આવીને 6ઠ્ઠા ક્રમે આવી ગયું છે, ભારત 2019માં બ્રિટનથી આગળ નિકળીને પાંચમાં સ્થાન પર આવી ગયું હતું.
બ્રિટનનાં અગ્રણી આર્થિક અનુસંધાન સંસ્થાન સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેશ રિસર્ચ (CEBR) ની વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ભારત રોગચાળાની અસરનાં કારણે થોડું ડગમગી ગયું છે, આ પરિણામ છે કે વર્ષ 2019માં બ્રિટનથી આગળ નિકળ્યા બાદ આ વર્ષે બ્રિટનથી પાછળ રહી ગયું છે, બ્રિટન 2024 સુધી આગળ રહેશે, અને ત્યાર બાદ ભારત આગળ નિકળી જશે.
એવું લાગે છે કે રૂપિયો નબળો થવાથી 2020માં બ્રિટન આ માટે ફરીથી ભારતથી આગળ નિકળી ગયું, રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2021માં ભારતની વૃધ્ધી 9 ટકા અને 2022માં 7 ટકા રહેશે, સીઇબીઆરનું કહેવું છે કે આ સ્વાભાવિક છે કે ભારત જે પ્રકારે આર્થિક રીતે વિકસીત થશે, દેશની વૃધ્ધી દર ધીમી પડશે અને વર્ષ 2035 સુધી તે 5.8 ટકા પર આવી જશે.
આર્થિક વૃધ્ધીનું આ અનુમાન દિશા અનુસાર અર્થવ્યવસ્થાનાં આકારમાં ભારત 2025માં બ્રિટનથી, 2027માં જર્મનીથી અને 2030માં જાપાનથી આગળ નિકળી જશે, સંસ્થાનનું અનુમાન છે કે ચીન 2028માં અમેરિકાથી આગળ નિકળીને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, સંસ્થાને કહ્યું છે કે ભારતીય અર્થતંત્રની ગતિ કોવિડ-19થી પહેલાથી જ નરમ પડી હતી, વર્ષ 2019માં વૃધ્ધી દર 4.2 ટકા રહી ગયું હતું જે 10 વર્ષનાં સૌથી ઓછી વૃધ્ધી હતી.