Western Times News

Gujarati News

આગામી G-7 સમિટ ટ્રમ્પના આલીશાન રિસોર્ટમાં યોજાશે

વોશિગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે જૂનમાં ગોલ્ફ રિસોર્ટમાં G-7 શિખર સંમેલનની યજમાની કરશે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલવેનીએ આ અંગે કહ્યું કે કલાઈમેટ ચેન્જ સમિટ એજન્ડામાં નહીં હોય. ફ્લોરિડામાં આવેલા ‘ટ્રમ્પ નેશનલ ડોરલ’ રિસોર્ટમાં યોજાશે. આ સમિટ આવતા વર્ષે 10 થી 12 જૂનની વચ્ચે યોજાશે.

અમેરિકાના ડેમોક્રેટ્સ પક્ષે ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા કહ્યું કે વ્યક્તિગત લાભ માટે રાષ્ટ્રપતિએ તેમના પદનો દૂરઉપયોગ કરી રહ્યાં છે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મુલવેનીએ કહ્યું કે, ડોરલ આ બેઠક માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. આ પહેલા ટ્રમ્પ પ્રશાસને બેઠક માટે પ્રસ્તાવિત 10 સ્થળોની તપાસ કરી હતી. ટ્રમ્પના તર્ક પ્રમાણે તેમનો રિસોર્ટ એરપોર્ટની નજીક છે આ ઉપરાંત તેમા દરેક પ્રતિનિધિમંડ માટે અલગ અલગ બિલ્ડિંગ છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના રેકોર્ડ પ્રમાણે વોશિંગ્ટન એરપોર્ટ પાસે આવેલા રિસોર્ટ-ઓફિસમાં તાજેતરના વર્ષોમાં ઘટાડો જોવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.