આગાહી વચ્ચે ગીર-સોમનાથ અને નવસારીમાં વરસાદ

અમદાવાદ, આજે (૨૦ જૂન) હવામાન વિભાગે રાજ્યના ૧૪ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સામેલ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે ગીર-સોમનાથ અને નવસારીમાં વરસાદ પડ્યો છે.
બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારે ગીરના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ દરિયાકાંઠાના નજીકના ગામોમાં વરસાદી ઝાંપટાં પડ્યા છે.
વરસાદને પગલે લોકોએ ગરમીથી રાહત મેળવી છે. જાેકે, ખેડૂતો હજુ સારી વરસાદની રાજ જાેઈ રહ્યા છે. સોમવારે વહેલી સવારથી નવસારી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. નવસારીના ગણદેવી, ચીખલી તાલુકામાં વરસાદ પડ્યો છે.
જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની વિધિવત પધરામણી થઈ છે. છેલ્લા ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ વરસતો હતો, જેના પગલે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીની લહેરી દોડી ગઈ છે. સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે.
આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના ૫ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.
અમદાવાદ, મધ્ય ગુજરાતમાં પણ સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાની આગાહી કરતા જણાવ્યું છે કે, ૨૬ કે ૨૭ જૂનથી રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ પડશે. તેમના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે. જેના કારણે ૨૬ કે ૨૭ જૂનથી રાજ્યમાં સારો વરસાદ પડશે.SS1MS