આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત થતાં એક જ પરિવારના ૩ સભ્યોના મોત

આગ્રા, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક કાર પલટી અને અન્ય વાહન સાથે અથડાતાં એક બાળક સહિત પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.
અધિક પોલીસ અધિક્ષક શશિ શેખર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે રાત્રે બંગારામાઉ વિસ્તારના નાસિરપુર ગામ પાસે બની હતી જ્યારે રાજસ્થાનથી ગોંડા જતી એક કાર બીજી લેનમાં કૂદી પડી હતી અને બીજી કારને ટક્કર મારતા પહેલા પલટી ગઈ હતી.તેમણે કહ્યું કે ત્રણ લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા.તમામ નવ લોકો એક જ પરિવારના સભ્યો હતા, જે ગોંડા જિલ્લાના છે.
પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા લોકોની ઓળખ પવન (૨૩), ચિંતન (૧૮) અને 6 મહિનાની ખ્યાતી તરીકે થઈ છે. ઘાયલોને સારવાર માટે લખનઉ રિફર કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.HS