આગ વરસાવતી ગરમીમાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ
વિદ્યાર્થીઓમાં જાવા મળતો અનેરો ઉત્સાહઃ સંગીતના તાલે ગરબા-રાસ રમતા જાવા મળતા વિદ્યાર્થીઓઃ કપાળે તિલક કરી તથા હાથમાં ગુલાબ આપી, શુભેચ્છા પાઠવી |
અમદાવાદ, ઉનાળાની કાળઝાળ ગરમી, ઓરેન્જ એલર્ટની જાહેરાત વચ્ચે શહેરની શાળાઓમાં આજે શિક્ષણ સત્ર શરૂ થયુ હોવાનું જાણવા મળે છે. શહેરમાં અગ્નીવર્ષા જેવી ગરમી હોવાથી શિક્ષણશા†ીઓ તથા શાળાના સંચાલકોએ વેકેશન લંબાવવાની રાજ્યના શિક્ષણ વિભાગને અપીલ કરી હતી. પરંતુ રાજ્ય સરકારે નવા વર્ષનું શિક્ષણ કેલેન્ડર બહાર પડી ગયુ હોવાથી રાજ્ય સરકારના શિક્ષણવિભાગે માંગણી ન સ્વીકારતા, આજથી રાબેતા મુજબ શિક્ષણ સત્રનો શુભારંભ થઈગયો છે.
વેકેશન બાદ ગરમી હોવા છતાં વિદ્યાર્થીઓનો શાળામાં જવાનો ઉત્સાહ, તથા આનંદ અનેરો છે. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ચમક જાવા મળતી હતી. ઘણી શાળાઓમાં આજના પ્રથમ દિવસે વાલીઓ પણ તેમના બાળકો સાથે શાળામાં આવ્યા હતા. સાથે દરેક શાળામાં આજે ઉત્સાહ અને આનંદનો માહોલ જાવા મળી રહ્યો છે.
કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓનો ચોખાથી વધાવી, કપાળે તિલક કરી હાથમાં ગુલાબ આપી, શુભેચ્છા પાઠવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો ધોધ વહી રહ્યો હોવાનું જાણવા મળે છે. ડીજે ના તાલે હાથમાં દાંડીયા લઈ, રાસગરબા રમતા રમતા વિદ્યાર્થીઓ પણ જાવા મળ છે. ઢોલ-નગારા સાથે વિદ્યાર્થીઓના આગમને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યુ છે.
શાળામાં લઈ જતી સ્કુલ બસો, તથા ઓટોરીક્ષાના ધમધમાથી રસ્તાઓ જે સુમસામ ભાસતા હતા ત્યાં આજે પ્રાણ ફૂંકાયા છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડે ઉનાળાની સખ્ત ગરમી તથા ફૂંકાતા પવનને કારણે તેમની પ્રાથમિક શાળાનો સમય બપોરના બદલે સવારનો જાહેર કરી દીધો છે. મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાઓનો સમય સવારના ૯ થી ૯.૩૦ કલાક રહેશે તેમ સુત્રો જણાવે છે. ઘણી શાળાઓના નોટીસ બોર્ડ પર લૂ થી બચવા માટેના ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે. તથા વિદ્યાર્થીઓને ગરમીથી બચવા માથે ટોપી પહેરવા પણ અપીલ કરવામાં આવી છે. હજુ બેત્રણ દિવસ હીટ-વેવની અસર રહેશે તેમ હવામાન ખાતા તરફથી જાણવા મળે છે.