આજકાલ માર્કેટીંગની નવી સ્ટ્રેટેજીઃ નકારાત્મક પ્રચાર કરી સામેવાળાને પતાવો
ચૂંટણીના સમયે માધ્યમો-સોશ્યલ મીડીયાનો ભરપૂર ઉપયોગ થવાની શક્યતાઓ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, આજકાલ ‘માર્કેટીંગ’ની એક નવી સ્ટ્રેટેજી અમલમાં આવી છે. પાછલા કેટલાંક વર્ષોથી કોઈપણ વ્યક્તિ અગરતો સંસ્થાની વિરૂધ્ધ નકારાત્મક પ્રચાર કરીને તેને બદનામ કરી નંખાય છે. સતત નકારાત્મકતાથી સમાજમાં સારી વ્યક્તિ હોય તો તેની છાપ ખરાબ થઈ જાય છે.
ચૂંટણીઓમાં આ પ્રકારનું માર્કેટીંગ સવિશેષ જાેવા મળે છે. તેમાંય નવા યુગમાં સોશ્યલ મીડીયાનુૃં માધ્યમ નીતનવા અખતરા કરવા માટે જાણીતુૃં છે એવુૃ નથી કેે અગાઉના સમયમાં આવુ થતુ નહોતુ. પહેલાં પણ સતત હેમરીંગની ટ્રીક અપનાવાતી હતી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ચૂંટણી લડતી હોય તો તેનો પ્રચાર એટલો સતત કરાતો હતો કે તેેને કારણે મતદાર વ્યક્તિને ઉમેદવારનું નામ મોંઢે ચડી જતુ હતુ. સેનેટની ચૂંટણીમાં આ પ્રકારનુૃ વાતાવરણ જાેવા મળતુ હતુ.
આધુનિક યુગમાં સૌથી વધારે આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે. તેમાંય કોઈ ચોક્કસ સંસ્થાકે વ્યક્તિને ટાર્ગેટ કરાય છે. પછી સમગ્ર તંત્ર તેની પાછળ પડી જાય છે. લાંબાગાળે સતત નકારાત્મક પ્રચારની અસર પ્રજા માનસ પર વર્તાય છે. તેના માટે માધ્યમ, સહિતના માર્ગનો ઉપયોગ થાય છે.
સોશ્યલ મીડીયા વધુ અસરકારક સાબિત થઈ રહ્યુ છે. રાજકીય પક્ષો દ્વારા સતત નકારાત્મક પ્રચાર થતો જાેવા મળે છે. સતાધારી-વિપક્ષ તેમાંથી કદાચ બાકાત નથી.
આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ સર્જાશે ત્યારે પણ આ વાત વધુ ઉજાગર થાય એવી શક્યતાઓ છે. નાગરીકોને પણ પરાણે જે બતાવાય છે તે જ જાેવાનું રહે છે. મતલબ એ કે માધ્યમો-સોશ્યલ મીડીયાનો આગામી દિવસોમાં નકારાત્મક પ્રચાર માટે ભરપૂર ઉપયોગ થાય એવી ચર્ચા રાજકીય સ્તરે થઈ રહી છે.