Western Times News

Gujarati News

‘આજણા ધામ’ માટે ચૌધરી સમાજે 151 કરોડનું દાન મેળવ્યું

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

ગાંધીનગર, ગાંધીનગરના જમિયતપુરા ખાતે નવ વીઘા જમીનમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના ‘આંજણાધામ’ માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.૧પ૧ કરોડનું માતબર દાન જાહેર કરવામાં આવ્યું હતું

જેના ભાગરૂપે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જમિયતપુરા- ગાંધીનગર ખાતે શૈક્ષણિક સહિત સમાજના સર્વાંગી વિકાસ માટે દાન જાહેર કરનાર મુખ્ય ૧૦ દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ દાતાઓને ચૌધરી સમાજની ઓળખ એવી ‘પાઘડી’ પહેરાવી તમામનું સન્માન કરીને સમાજના વિકાસ માટે આપેલા દાન બદલ દાતાઓનો આભાર માનીને સમાજના ભાઈ-બહેનો યથાશક્તિ દાન કરવા અનુરોધ કર્યો હતો.

વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરવાણી વહેવાવનારમાં મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા) રૂ.પ૧ કરોડ, શંકરભાઈ ચૌધરી (શુંકજ વોટરપાર્ક) રૂ.૩પ કરોડ, શેઠ હરીભાઈ વેલજીભાઈ ચૌધરી (ચરાડા) રૂ.રપ કરોડ, કનુભાઈ ડાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા) રૂ.૧૧ કરોડ, બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા), રૂ.૧૧ કરોડ, રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી (સુઈગામ) રૂ.૧૧ કરોડ, નાથાભાઈ દલસંગભાઈ ચૌધરી (દગાવાડિયા) રૂ.ર કરોડ,

ડાહ્યાભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા) રૂ.ર કરોડ, બળદેવભાઈ લવજીભાઈ ચૌધરી (દગાવાડિયા) રૂ.ર કરોડ, આર.ડી.ચૌધરી (ઝાલોર, રાજસ્થાન) રૂ.૧ કરોડ આમ કુલ રૂ.૧પ૧ કરોડનું દાન દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જે ચૌધરી સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

આંજણા ધામના પ્રમુખ મણીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, દાતાઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નકકી કર્યો છે. જેમાં આજે પ્રથમ તબક્કામાં રૂ.૧પ૧ કરોડનું માતબર દાન દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.