Western Times News

Gujarati News

આજથી અમદાવાદનું ગીતા મંદિર એસટી બસ ડેપો શરૂ

files Photo

અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ લોકોડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જા કે લોકડાઉનમાં આંશિક છૂટછાટના પગલે ફરી ટ્રાન્સપોર્ટેશનને કન્ટેનમેન્ટ ઝોનને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં આવેલ ગીતા મંદિર એસટી બસ ડેપો અંદાજે ૩ મહિના બાદ આજથી ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ અગાઉ અનલોક-૧ સુધી પ્રતિબંધિત વિસ્તારમાં આવતું હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી પહેલા આંતરિક જિલ્લામાં એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર કોરોના સંકટ વચ્ચે રાજ્યભરમાં એસટી સેવા શરૂ કરાઈ હતી. જા અમદાવાદ શહેરમાં આવેલ ગીતા મંદિર એસટી બસ ડેપો અંદાજે ૩ મહિનાથી પ્રતિબંધિત વિસ્તારમાં હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. જા કે, આજથી અનલોક-૨માં ગીતા મંદિર એસટી બસ ડેપો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આમ ૩ મહિના બાદ ગીતા મંદિર એસટી બસ ડેપો શરૂ થતાં જુદા-જુદા રૂટ પર બસ દોડશે. જો કે હજુ પણ ગીતા મંદિર એસટી બસ ડેપોથી સૌરાષ્ટ્ર સિવાયના તમામ રૂટ પરની બસ મળશે.  મહત્વનું છે કે, ગઈકાલથી અમદાવાદ સહિત રાજ્યમાં ૨ હજાર ૩૨૫ એક્સપ્રેસ બસ સેવા શરૂ થઈ ચૂકી છે. જેમાં રોજના ૫ લાખ મુસાફરો સવારી કરી લાભ લેશ તેવી શક્યતાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર ૩૦ ટકા બસો ચાલુ હતી તે તાલુકાથી તાલુકામાં મુસાફરી કરતી હતી પરંતુ હવે એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યભરમાં બસો દોડતી થશે. એક્સપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે ક્યાય ઊભી રહેશે નહીં.

જે મોટો ડેપો હશે અને જ્યાં ટેમ્પરેચર ગનની વ્યવસ્થા હશે તેવા સ્ટેશન પર જ બસ રોકાશે. રાજ્યમાં અનલાક વન બાદ બસ સેવાનું પ્રારંભ કરાયો હતો પરંતુ તે સેવા માત્ર તાલુકાથી તાલુકા પૂરતી હતી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં એક્સપ્રેસ બસો શરૂ કરાય છે. અત્યાર સુધી બે લાખ ૭૫ હજાર લોકો રોજના બસ સેવાનો લાભ લઈ શકતા હતા પરંતુ એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યના પાંચ લાખ લોકો બસ સેવાનો લાભ લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.