આજથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું
મુંબઇ: આજથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. સરકારે નવેમ્બર ૨૦૧૯માં ગોલ્ડ જ્વેલરી અને ડિઝાઈન માટે હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. તેના માટે દેશના તમામ જ્વેલર્સને હોલમાર્કિંગ પર શિફ્ટ થવા અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે ૧ વર્ષથી વધુનો સમય આપ્યો હતો. બાદમાં જ્વેલર્સે આ ડેડલાઈનને વધારવાની માગ કરી હતી. તેને ધ્યાનમાં રાખતા ડેડલાઈનને ૧૫ જાન્યુઆરી, ૧ જૂન અને બાદમાં ૧૫ જૂન કરવામાં આવી. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઉભા થયા છે કે તેમની પાસે રાખેલા જૂના સોનાનું શું થશે.
અમે તમને આજે હોલમાર્કિંગ અને તેનાથી સંબંધિક કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ. હોલમાર્ક સરકારી ગેરંટી હોય છે. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. હોલમાર્કિંગમાં કોઈપણ પ્રોડક્ટને નક્કી માપદંડો પર પ્રમાણિત કરવામાં આવે છ ૧૫ જૂન ૨૦૨૧ બાદ પણ હોલમાર્કિંગવાળુ સોનું એક્સચેન્જ કરી શકાશે.
તે સિવાય જાે તમે ઈચ્છો તો તમે તમારા જ્વેલર દ્વારા તમારા સોનાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. મામલાના જાણકાર સંજય મંડોતના અનુસાર, બીઆઇએસ ૫ વર્ષ માટે લાઈસન્સ ફી ૧૧,૨૫૦ રૂપિયા લઈને જ્વેલર્સને આ લાઈસન્સ આપે છે. ત્યારબાદ જ્વેલર્સ હોલમાર્ક સેન્ટર પર જઈને જ્વેલરીની તપાસ કરાવીને કેરેટના હિસાબથી હોલમાર્ક જારી કરાવે છે.સામાન્ય માણસ જૂની જ્વેલરી પર સીધા સેન્ટર જઈને હોલમાર્ક કરાવી શકશે નહીં. તેમને સંબંધિત જ્વેલર દ્વારા જ આવવું પડશે. જાે કે, તેઓ સેન્ટર પર સોનાની શુદ્ધતાની તપાસ ન્યૂનતમ રકમ આપીને કરાવી શકે છે.