આજથી તમિલનાડુની કમાન એમ.કે સ્ટાલિનના હાથમાં
ચેન્નઈ: તમિલનાડુમાં આજથી સ્ટાલિન યુગની શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમકે સ્ટાલિને શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે તેમને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા છે. સ્ટાલિનની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત કુલ ૩૪ મંત્રીઓ સામેલ થયા છે. મંત્રીઓનું લિસ્ટ ગુરૂવારે જાહેર કરી દેવામાં આવ્યું હતુ. બધા મંત્રીઓને ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે તે તમિલનાડુમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેએ ૧૩૩ અને તેના સાથી પક્ષોએ કુલ મળીને ૧૫૯ સીટો જીતી હતી.
ડીએમકે ચીફ સ્ટાલિનની આગેવાનીમાં શુક્રવારે તમિલનાડુના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોય થયો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મંત્રીઓની યાદી અપ્રૂવ કરી દીધી હતી. પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી બનેલા સ્ટાલિને એન.કે.નેહરૂને નગરપાલિકા મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે આર. ગાંધીને હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઇલ, ખાદી તથા ગ્રામીણ ઈન્ડસ્ટ્રી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.
કે.એન. નેહરૂ ડીએમકેના જૂના અને કદ્દાવર નેતા છે. ૧૯૮૯માં પ્રથમવાર ચૂંટણી જીતનાર નેહરૂ તિરુચિ વેસ્ટ સીટથી સતત મેદાનમાં ઉતરતા આવ્યા છે. તેમના પિતાએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂના નામ પર નામકરણ કર્યુ હતું. તો આર. ગાંધી રાનીપેટ સીટથી ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે. તેઓ ૧૯૯૬માં પ્રથમવાર ચૂંટણી જીત્યા હતા.
તો તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર સ્ટાલિનનું પૂરુ નામ મુથુવેલ કરૂણાનિધિ સ્ટાલિન છે. સોવિયત યુનિયનના પ્રતિદ્ધ નેતા જાેસેફ સ્ટાલિનના નામ પર તેમનું નામ રાખવામા આવ્યુ છે. કરૂણાનિધિએ તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા, જેના નિધન બાદ ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ના સ્ટાલિન ડીએમકે અધ્યક્ષ બન્યા હતા.
સ્ટાલિન સાથે જે ૩૪ મંત્રીઓએ શપથ લીધા છે તેમાં એક રોચક સંયોગ પણ છે. હકીકતમાં તમિલનાડુમાં એમકે સ્ટાલિન મુખ્યમંત્રી અને તેમની કેબિનેટમાં ‘ગાંધી અને નહેરૂ’ પણ સામેલ થશે. કેએન નેહરૂ નગરપાલિકા પ્રશાસન મંત્રી હશે. તો આર ગાંધીને હસ્તશિલ્પ અને કપડા મંત્રી બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દ્રમુકની પાછલી સરકાર (વર્ષ ૨૦૦૬-૨૦૧૧) માં સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી હતા અને તેમના પિતા એમ કરૂણાનિધિ મુખ્યમંત્રી હતા. આ પ્રકારે સ્ટાલિન પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દ્રમુકે વિધાનસભા ચૂંટણીમાં ૧૩૩ સીટ જીતી અને કોંગ્રેસ સહિત અન્ય સહયોગીઓએ ૨૩૪ સભ્યોવાળી વિધાનસભામાં કુલ ૧૫૯ સીટ જીતી છે. અન્નાદ્રમુકે ૬૬ સીટો પર જીત હાસિલ કરી અને તેની સહયોગી ભાજપ અને પીએમકેએ ક્રમશઃ ચાર અને પાંચ સીટ જીતી છે.