આજથી શરૂ થતું સંસદનું શિયાળુ સત્ર તોફાની બનશે
નવીદિલ્હી : રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. આ સત્ર તોફાની બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. સત્ર દરમિયાન કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રવર્તી રહેલી Âસ્થતિ, આર્થિક મંદી, બેરોજગારી અને સિટિઝનશીપ બિલ લાવવાની સરકારની યોજના સહિતના મુદ્દા પર સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે જારદાર ખેંચતાણ જાવા મળે તેવી શક્યતા છે.
શિયાળુ સત્રમાં આ તમામ મુદ્દા ઉપર સરકાર અને વિપક્ષી બેંચ વચ્ચે ઉગ્ર આક્ષેપબાજીનો દોર ચાલી શકે છે. બીજી બાજુ સિટિઝનશીપ સુધારા બિલને પસાર કરવા ઉપરાંત સરકાર બે મહત્વના વટહુકમને આ સત્ર દરમિયાન કાયદામાં ફેરવી નાંખવાની યોજના તૈયાર કરી છે. જે પૈકી એક વટહુકમ અર્થતંત્રમાં મંદીને દૂર કરવા તથા વિકાસને પ્રોત્સાહન આપવા માટે નવી અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કંપની માટે કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવા સાથે સંબંધિત છે. આ વટહુકમ સપ્ટેમ્બર જારી કરાયો હતો.
ઇન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ અને ફાઈનાન્સ એક્ટ ૨૦૧૯માં સુધારા કરવાના સંદર્ભમાં આ વટહુકમ જારી કરાયો હતો. આવી જ રીતે બીજા વટહુકમ પણ સપ્ટેમ્બર જ જારી કરાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં બીજા વટહુકમ જારી કરાયો હતો જેમાં પ્રતિબંધિત વેચાણ, ઉત્પાદન અને ઇ-સિગારેટના સ્ટોરેજને લઇને આ વટહુકમ જારી કરાયો હતો. મોદી સરકાર બીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ સત્ર ખુબ જ સાનુકુળ અને ઉપયોગી રહ્યા બાદ આ સત્રમાં કેટલી સફળતા મળે છે
તેને લઇને જારદાર ચર્ચા જાવા મળી રહી છે. પ્રથમ સત્રમાં બંને ગૃહોમાં ચાવીરુપ ખરડા પાસ કરવામાં આવ્યા હતા જેમાં એક ત્રિપલ તલાકની પ્રથાને લઇને બિલ અને અન્ય નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને વધુ સત્તાઓ આપવા સાથે સંબંધિત બિલ રહ્યું હતું. બંને ગૃહોમાં પ્રથમ સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપનાર કલમ ૩૭૦ની નાબૂદીનું બિલ પણ પાસ કરવામાં આવ્યું હતું. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લોકસભામાં રજૂ કરવા માટે ૨૨ બિલ લિસ્ટ કરવામાં આવ્યા છે. આની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી અને રાજ્યસભામાં રજૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. સંસદમાં વિપક્ષી દળો કાશ્મીરની સ્થિતિ લઇને સરકારને ઘેરવાના મુડમાં દેખાઇ રહ્યા છે.
વિપક્ષી દળો જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદથી ત્યાં ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે માંગ કરી શકે છે. આની સાથે અર્થવ્યવસ્થાનો મુદ્દો પણ છવાયેલો રહે તેવી શક્યતા છે. રિઝનલ ઇકોનોમિક પાર્ટનરશીપને લઇને ભારતના વલણનો મુદ્દો પણ સત્ર દરમિયાન ચમકી શકે છે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆત ૧૮મી નવેમ્બરથી કરવામાં આવ્યા બાદ ડિસેમ્બરના અંત સુધી સત્ર ચાલનાર છે. નાગરિક સુધારા બિલ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા શરણાર્થી લોકોને નાગરિકતા આપવામાં આવી શકે છે. નાગરિક સુધારા બિલ હેઠળ હિન્દુ શિખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી શરણાર્થી જે પાકિસ્તાન, બાગ્લાદેશ, અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા છે અને જે લોકો છ વર્ષ કરતા વધારે સમયથી રહે છે તે તમામ લોકોને નાગરિકતા આપવા માટેની યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. બિલમાં આ બાબતની પણ જાગવાઇ કરવામા ંઆવી છે કે ઓવરસીઝ સિટિજન ઓફઈન્ડિયા કાર્ડ દારક જા કોઇ કાનુનનો ભંગ કરે છે તો ેતેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.