આજથી સરકારી ઓફિસોમાં હાજરી ભરવા બાયોમેટ્રિક્સ સિસ્ટમ લાગુ
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોવિડ મહામારી દરમિયાન સરકારી કર્મચારીઓને આપવામાં આવી રહેલી તમામ સગવડને હવે પૂર્ણ કરવામાં આવી રહી છે.
આ તમામ સરકારી કર્મચારીઓને ઓફિસમાં પૂર્ણ સમયની હાજરી નોંધાવવી પડશે. હાજરી નોંધાવવા માટે બાયોમેટ્રિક્સ સિસ્ટમ સોમવારથી ફરીથી લાગુ કરવામાં આવી રહી છે.
બાયોમેટ્રિક્સ સિસ્ટમને લઈને તમામ કેન્દ્રીય કાર્યાલયમાં નોટિફિકેશન પણ જારી કરી દેવાયુ છે. ભારત સરકારમાં ડેપ્યુટી સેક્રેટરી ઉમેશ કુમાર ભાટિયા અનુસાર કોરોના મહામારીને જોતા ઓફિસમાં ઓછી સંખ્યામાં કર્મચારીઓને બોલાવવા અને કામના કલાક ઓછા કરી દેવા જેવી સુવિધાઓ પહેલા જ ખતમ કરી દેવાઈ હતી. હવે 8 નવેમ્બરથી દરેક કર્મચારીને બાયોમેટ્રિક હાજરી નોંધાવવી પડશે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 3% વધારવાની સાથે જુલાઈનુ બોનસ પણ આપવામાં આવ્યુ છે. જુલાઈથી ડિસેમ્બર સુધી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે હવે કેન્દ્રીય કર્મચારીઓના મૂળ વેતનમાં ડીએ વધારીને 31 ટકા થઈ ગયુ છે. વધતુ ભથ્થુ 1 જુલાઈ 2021 થી લાગુ થશે.