આજથી હોળાષ્ટકઃ શુભ કાર્યો પર બ્રેક

૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ દરમિયાન પણ માંગલિક કાર્યો નહીં થાય
અમદાવાદ, હોળી પહેલાનાં ૮ દિવસનાં સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળીના ૮ દિવસ પૂર્વે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની અષ્ટમીથી હોળાષ્ટક લાગી જાય છે., જે પૂનમ સુધી ચાલુ રહે છે. એવામાં આ ૮ દિવસમાં કોઈ પણ શુભ કામ કરવામાં આવતા નથી. ર માર્ચે હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. હોળાષ્ટકના આ ૮ દિવસને વર્ષના સૌથી અશુભ દિવ્સ માનવામાં આવે છે. જેના કારણે આ દિવસો દરમિયાન કોઈ પણ ધાર્મિક અથવા તો શુભ કાર્યો કરવામાં આવતાં નથી.
જ્યોતિષશા† અનુસાર હોળાષ્ટક દરમિયાન ગ્રહોની Âસ્થતિ બદલાતી હોય છે, માટે શુભ કાર્ કરવામાં આવતાં નથી. આ વખતે ર માર્ચથી હોળાષ્ટક શરૂ થવા જઈ રહ્યાં છે. ૧૦ માર્ચના રોજ ધુળેટીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. ઉત્તર ભારતમાં હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે. આ સમયમાં લોલકો કોઈ પણ નવું કામ શરૂ કરતા નથી. આ ૮ દિવસમાં ગ્રહ પોતાનું સ્થાન બદલે છે. ગ્રહોના આ ફેરફારના કારણે હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કામ શરૂ કરવામાં આવતાં નથી.
માન્યતા અનુસાર ભગવાન શિવે હોળાષ્ટકના પહેલા દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા, કારણ કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કયો હતો. હોળાષ્ટકને લઈ બીજી વાયકા પણ પ્રચલિત છે. કહેવાય છે કે દૈત્ય હિરણ્યકશ્યપે ભગવાન પાસેથી વરદાન મળ્યા બાદ ભક્ત પ્રહ્લાદ પર અત્યાચાર કરવાનુંં શરૂ કરી દીધું હતું. ફાલ્ગુન શુક્લ પક્ષની અષ્ટમીએ હિરણ્યકશ્યપે ભક્ત પ્રહ્લાદને બંદી બનાવી દુઃખ આપ્યાં.
આ સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દરમિયાન તમામ ગ્રહ ઉગ્ર અવસ્થામાં જાવા મળે છે ૧૪ માર્ચના રોજ સૂર્યના ગુરૂ બૃહસ્પતિની રાશિ મીનમા પ્રવેશ કરવાથી ફરીથી એક મહિના સુધી લગ્નવિધિ પર બ્રેક લાગી જશે ૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી સૂય મીન મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન લગ્ન પ્રસંગ વગેરે માંગલિક કાર્યો નહિં કરી શકાય.