આજના સમયમાં સાવરકર વિશે યોગ્ય જાણકારીનો અભાવ

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે વીર સાવરકર સાથે જાેડાયેલી અનેક વાત કહી છે. મોહન ભાગવતે કહ્યુ કે, ભારતમાં આજના સમયમાં સાવરકર વિશે ખરેખર યોગ્ય જાણકારીનો અભાવ છે. આ એક સમસ્યા છે.
મોહન ભાગવતે કહ્યુ કે, સાવરકરને બદનામ કરવાની મુહિમ ચલાવવામાં આવી. તેમની બદનામીની મુહિમ સ્વતંત્રતા બાદ ખુબ ચાલી છે. વીર સાવરકર પર લખાયેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં બોલતા સંઘ પ્રમુખે આ વાત કહી છે.
તેમણે કહ્યુ કે, વીર સાવરકરને લઈને આજના ભારતમાં જાણકારીનો અભાવ છે. સાવરકર વિશે લખાયેલા ત્રણ પુસ્તકો દ્વારા ઘણી જાણકારી મેળવી શકાય છે. મોહન ભાગવતે કહ્યુ કે સ્વતંત્રતા બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી છે.
હવે ત્યારબાદ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદને બદનામ કરવાનો નંબર લાગશે, કારણ કે સાવરકર આ ત્રણેયના વિચારોથી પ્રભાવિત હતા. મોહન ભાગવતે કહ્યુ કે, આપણી પૂજા વિધિ અલગ-અલગ છે પરંતુ પૂર્વજ એક છે. તેમણે કહ્યું કે, વિભાજન બાદ પાકિસ્તાન જનારાને ત્યાં પ્રતિષ્ઠા ન મળી. હિન્દુત્વ એક જ છે જે સનાતન છે.
તેમણે કહ્યું કે, અમે જાણીએ કે હવે ૭૫ વર્ષ બાદ હિન્દુત્વને જાેરથી બોલવાની જરૂર છે. સાવરકરે કહ્યુ કે, કોઈનું તુષ્ટિકરણ ન થવું જાેઈએ.SSS