આજની યુવા પેેઢીને થયુ છે શું? આપણે ક્યાં જઈ રહ્યા છીએ??
જીવન ફિલ્મ નથી- એ સત્ય સમજાે -વાતવાતમાં ગુસ્સો-ગાળાગાળી-મારામારી આ આપણી સંસ્કૃતિ છે??!
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આ શુૃં થયુ છે આજની પેઢીને??! વાતવાતમાં ગુસ્સો કરવો-ગાળાગાળી કરવી, મારામારી કરવી, આપણે ક્યાં જઈ રહ્યા છીએ?! જીવન ફિલ્મ નથી. ફિલ્મમાં જે બતાવે છે તેનાથી વાસ્તવિક જીવન સાવ અલગ છે. તે કોઈ સમજતુ કેમ નથી.
યુવાનીમાં દુનિયાને બદલી નાંખવાનો ઉમંગ-ઉત્સાહ- ઝનૂન હોય, પણ સકારાત્મક કામ કરો અને દુનિયાનો નઝરીયો બદલો. પણ આ શું થઈ રહ્યુ છે. નાની નાની બાબતમાં ઝઘડો અને તે પણ કેવો હત્યા સુધી મામલો પહોંચવો. તાજેતરમાં ભાઈબંધો વચ્ચે નાની અમથી વાતમાં ઝઘડો થયો તો એક ભાઈબંધે બીજા ભાઈબંધની હત્યા કરી નાંખી. આ તે કેવી ભાઈબંધી-દોસ્તી!! દોસ્તી કોને કહેવાય તેનો કોઈને જાણે કે ખ્યાલ જ રહ્યો નથી.
યુવાઓનુૃ માનસ ઝનૂની કેમ થઈ રહ્યુ છે. તેની પાછળ ફિલ્મ, મોબાઈલ, મિત્ર વર્તુળ, સોસાયટીની નિષ્ક્રીતા, સામાજીક આર્થિક સહિતના પ્રશ્નો, સમસ્યાઓ કારણભૂત મનાય છે. યુવા પેઢી જાણે કે છાકટી-બેફીકરી બની રહી છે. બોલવાની પધ્ધતિ-વર્તન તમે સાંભળશો-જાેશો તો સ્વાભાવિક જ છે કે આઘાત લાગી જાય. બે-ચાર મિત્રો વાતો કરતા હોય તો પણ એકબીજા સાથે વાતચીતમાં દસ લાઈનમાં દસ અપશબ્દો આવી જશે. આ તે કેવુ શિક્ષણ??! શાળા-કોલેજાેના વિદ્યાર્થીઓ વચ્ચે જાણે કે અંતર રહ્યુ જ નથી.
હાયર સેકન્ડરીવાળા વિદ્યાર્થીઓ પણ કોેલેજાેના વિદ્યાર્થીઓની માફક વર્તન કરવા લાગ્યા છે. યુવાનીના સમયમાં ભણવાની સાથે મસ્તી મોજ મજા હોય તે જરૂરી પણ છે. પણ તેમાં નિર્દોષતા ખતમ થઈ રહી છે. ડ્રિૃંકસની પાર્ટીઓ રાખવી શું મોજ-મજા છે?? આડેધડ ખર્ચા કરી મા-બાપને ચિંતામાં મુકવા ફેશન છે??! આવી મોજમજા કરવી હોય તો ન કરો.
ફિલ્મ કલાકાર પ્રત્યેે ક્રેઝ હોય તે માની શકાય છે પણ ફિલ્મની સ્ટાઈલની નકલ જીવનમાં કદાપી ન કરાય. ફિલ્મમાં ‘ધૂમ’ સ્ટાઈલથી હીરો બાઈક ચલાવે એટલે આપણા થી ન ચલાવાય.
એક તો એક્સિડેન્ટ થાય તો બીજાે નિર્દોષ વ્યક્તિ મરે અને ચલાવનારના હાડકા તૂટે, પોલીસ ફરીયાદ થાય, સજા થાય એ અલગ. તમે રસ્તાઓ પર જાેશો તો ખ્યાલ આવશે કે એક્ટીવા બાઈક, રીક્ષા-ગાડીઓવાળા બેફામ ગતિથી ચલાવતા નજરે પડશે. અલ્યા, ભાઈ, બીજાની જીંદગીનો તો વિચાર કરો.
અરે તમારો ખુદનો પણ વિચાર કરો, ઘરે મા-બાપ, પત્ની-બાળકો છે જેઓ રાહ જાેઈને બેઠા છે, પાંચ-દસ મીનિટ મોડુ થાય તો તેમાં ક્યાં લાખ્ખો-કરોડોેના ધંધા અટકી જવાના છે.
પોલીસ-વહીવટી તંત્ર કહી કહી લખી લખીને થાકી ગયુ, ‘સ્પીડ લીમીટ રાખો, પણ આપણે ક્યાં માનીએ છીએ.
એક તરફ સંસ્કૃતિની વાત કરનારાઓ આપણે જાહેરમાં ઝઘડો કરીને ગાળાગાળી કરતા નજરે પડીએ છીએ. હમણા જ આવા કિસ્સાઓ રસ્તાઓમાં જાેવા મળ્યા છે. યુવા પેઢી મોબાઈલોમાં વ્યસ્ત રહે છે.
હિંસાથી ભરપૂર ફિલ્મો જાેવાય છે એના માટેની ચેનલો છે. જેમાં મારામારી- ગાળાગાળી ખુલ્લેઆમ અશ્લીલતા પીરસવામાં આવે છે. જેની અસર યુવાનોના માનસ ઉપર પડે છે.
ફિલ્મો બનાવનારા કરોડો કમાઈ લે છે પરંતુ આવા પિકચરો બનાવીને યુવા પેઢીના માઈન્ડ બગાડી નાંખે છે. તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. પોતે ચોક્કસ જ્ઞાતીમાંથી આવતા હોવાનો નશો પણ યુવાનોમાં હોય છે. બબાલ થાય એટલે આપણે તો સીધુ હથિયાર જ કાઢવાનું. પાછા, બીજાને ફટકાર્યા હોય તે વાત કરવાની. આપણને એમ થાય કે આ યુવા પેઢીને થયુ છે શેુૃ?! જે હથિયારો નબળા લોકોની રક્ષા માટે ઉઠતા હતા તે આજે ક્યાં ઉઠી રહયા છેૈ??!!
નાની અમથી વાતમાં છાકટા પાડવાના અને બીજાને ફટકારવાની વાતો કરવી આ કઈ સંસ્કૃતિ છે?!!આપણે ક્યા યુગમાં જીવી રહ્યા છીએ.?? યુવા પેઢી કઈ દિશામાં જઈ રહી છે. બધા યુવાનો વિશે આ વાત નથી. પરંતુ જે યુવાનો દિશા ભટકી ગયા છે તેમની વાત છે.
કાઈમ કર્યા પછી જાે પૈસો-વગ હોય તો છૂટી જવાય છે. કશું જ થતુ નથી. આવી એક છાપ યુવા વર્ગમાં જાેવા મળી રહી છે. જેલમાં પણ સગવડ મળે છે તેવા વિચારો દૂર કરવા પડશે. ફિલ્મો-સમાજમાં થતી ઘટનાઓ અને ત્યાર પછીની સ્થિતિ, આ બધી પરિસ્થિતિ, યુવાનોને અવળે માર્ગે જવા પ્રેરણા આપે છે ગુનો કરનારને સજા મળે છે એ સત્ય સમજાવવુ પડશે તો જ આજની યુવા પેઢી સત્યના માર્ગેથી ભટકશે નહી.