આજે અડધી રાતથી લાગુ થશે ફાસ્ટેગ
નવી દિલ્હી, બેન્કિંગ, સડક પરિવહન અને દુરસંચાર ક્ષેત્રમાં ગ્રાહકો સાથે જોડાયેલા અનેક બદલાવ ૧૫ અને ૧૬ ડિસેમ્બરથી પ્રભાવી થઇ રહ્યા છે. તમે નેશનલ હાઇવે પર પસાર થઇ રહ્યા છે તો સમજી લિયો કે ૧૪ ડિસેમ્બરની રાતે ૧૨ વગ્યા બાદથી ફાસ્ટેગની વ્યવસ્થા લાગુ થઇ જશે. સોમવારથી ટ્રાઈના જણાવ્યા મુજબ, જેમાં ત્રણ દિવસમાં નમ્બર પોર્ટ થઇ જશે.
૧૬ થી એનઇએફટીની સુવિધા ૨૪ કલાક મળશે. જો સમય મર્યાદા ફરી વધતી નથી તો દરેક રાષ્ટ્રીયત રાજમાર્ગોના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ૧૫ ડિસેમ્બર થી લાગુ થઇ જશે. તેના વગર તમે ફાસ્ટેગની લેનમાં વાહન અંગે પ્રવેશ કરીએ છીએ તો બેગણા ટોલ વસુલ કરવામાં આવશે.
રાજમાર્ગો પર હાલમાં એક હાઈબ્રીડ લેન હશે. જયાં ફાસ્ટેગના વાહનોના ટોલ લેવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેન્ક ૧૫ ડિસેમ્બરથી ગ્રાહકોને ચાર વાર જ રોકડ લેણદેણની સુવિધા આપવામાં આવશે. ત્યારબાદ લેણદેણ પર ૧૫૦ રૂપિયાનો ચાર્જ લાગશે. હોમ બ્રાન્ચમાં ફ્રી જમા-નિકાસીની પણ વધુમાં વધુ ૨ લાખ રૂપિયાની મર્યાદા રહેશે. ત્યારબાદ પ્રતિ હજાર રૂપિયા પર પાંચ રૂપિયા ફી લાગશે. તેમાં પણ ન્યુનતમ ફી ૧૫૦ રૂપિયા હશે.
૧૬ ડિસેમ્બરથી નવા નિયમો બાદ ગ્રાહક ત્રણ કામકાજી દિવસમાં તેમનો નંબર પોર્ટ કરાવી શકશે. બીજા સર્કલમાં નંબર પોર્ટિંગમાં પાંચ કામકાજી દિવસ લાગશે. હાલમાં તેમાં ૧૫ થી ૨૦ દિવસ લાગે છે. જો કે પોર્ટિંગ કેટલીક શરતોના આધારે મળશે. બેંક સોમવારથી ૨૪ કલાક એનઈએફટી કરી શકશે એટલે કે ગમે ત્યારે ઓનલાઈન પૈસા મોકલવા અથવા લેવાની સુવિધા શરૂ થઇ જશે.