Western Times News

Gujarati News

આજે ‘ઈદ-ઉલ-ફિત્ર’ – જામા મસ્જીદ તથા અન્ય મસ્જીદોમાં ભીડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈદ મુબારકનો
સંદેશ પાઠવ્યો : ગઈકાલ રાતથી જ બજારોમાં ખરીદી માટે ભીડ

તમામ તસવીરો – જયેશ મોદી, અમદાવાદ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 05062019:
મંગળવારે ચાંદ દેખાતા દેશના દરેક ભાગોમાં આજે મુસ્લીમ બિરાદરો ભારે ઉત્સાહથી ઈદની ઉજવણી કરી રહ્યા છે. રાતભર બજારમાં ખરીદીનો માહોલ રહ્યો હતો. ઈદના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લીમોને ઈદ મુબારક પાઠવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મુસ્લીમ બિરાદરોને ઈદના શુભ દિવસે ઈદ મુબારક પાઠવી હતી.

શહેરમાં પણ ઈદ-ઉલ-ફિત્રની ભારે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તથા ઈદ-મુબારકના સંદેશાઓની આપ-લે કરવામાં આવે છે. એકબીજાને મીઠાઈ ખવડાવી મીઠું મોં કરતા પણ જાવા મળી રહ્યા છે. ઈદના દિવસે મુસ્લીમ બિરાદરો નવા વસ્ત્રો પહેરી એકબીજાના ઘરે જઈ ‘ક્ષિર-કુર્મા થી મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

જામા મસ્જીદના પેશ ઈમામ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યુ હતુ કે ઈદનો તહેવાર ભાઈચારાનો પ્રેમનો સંદેશો આપે છે. આ દિવસે અમીર-ગરીબ બધા ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળે છે.

આજે સવારથી જ શહેરની પૌરાણિક તથા ઐતિહાસિક મસ્જીદમાં મુસ્લીમ બિરાદરો “નમાઝ’ સમુહમાં પઢશે તથા રાજ્ય તથા દેશમાં પ્રેમ, શાતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરશે.

મંગળવારે રાત્રે ચાંદ દેખાતા જ ત્રણ દરવાજાથી ભદ્ર તથા શહેરના અન્ય બજારો મોલ્સમાં નવા વ†ોનું નવા બૂટ-ચંપલો, તથા મીઠાઈઓ ખરીદવા માટે ભારે ભીડ જાવા મળતી હતી. દેરકના ચહેરા પર આનંદ-ઉલ્લાસ છવાયેલો જાવા મળતો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.