આજે ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ, વિદ્યાર્થી ખુશ
ગાંધીનગર, આજે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. સવારે ૧૦ ના ટકોરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. ૬ ઓગસ્ટે કુલ ૪ વિષયોની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઈ હતી. કોરોના મહામારીને કારણે આ વર્ષે ગુજકેટની પરીક્ષા સિસ્ટમ અલગ હતી. આ વર્ષે પરીક્ષા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેવાઈ હતી. ત્યારે હવે ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયુ છે. બોર્ડની વેબસાઇટ ઉપર વિધાર્થીઓ પરિણામ જાેઈ શકશે. જેમાં એ ગ્રુપના ૪૬ હજાર જેટલા વિધાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.
જ્યારે બી ગ્રુપના ૬૬ હજાર વિધાર્થીઓનું ગુજકેટનું પરિણામ આવ્યું. આમ, ૧ લાખ ૧૩ હજાર વિદ્યાર્થીઓનું ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપના ૪૭૪ અને બી ગ્રુપના ૬૭૮ વિધાર્થીઓએ ૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા છે. આજે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાેઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. ૬ ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ ૧૨ સાયન્સ પછી ડિગ્રી એન્જિનીયરીંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ ૪ વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી.SSS