આજે ત્રીજા તબકકામાં ઉત્તરપ્રદેશની ૫૯ અને પંજાબની તમામ ૧૧૭ બેઠકો પર મતદાન

નવીદિલ્હી, દેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં ઉતરપ્રદેશની વધુ પ૯ અને પંજાબની ૧૧૭ બેઠકો પર મતદાનની પૂરી તૈયારીઓ થઇ ગઇ છે અને કાલનું મતદાન એ ખાસ કરીને પંજાબમાં કોનું શાસન તે નિશ્ચિતકરશે અને ઉતરપ્રદેશના પ્રથમ બે તબકકાના મતદાનના કારણે જે રહસ્યમય ટ્રેન્ડ બન્યો છે તેમાં આવતીકાલનું મતદાન કઇ બાજુ જશે તે પણ રસપ્રદ રીતે જાેવાઇ રહ્યું છે.
પ્રથમ બે તબકકામાં ઉતરપ્રદેશમાં ૬૦થી ૬ર ટકા મતદાન થયું અને દરેક પક્ષો પોતાની જીતના દાવા કરે છે પરંતુ મતદાનમાં લોકોએ પોતાના મુડ દર્શાવ્યો નથી અને તેથી રાજકીય પક્ષોની ચિંતા વધી ગઇ છે ખાસ કરીને ઉતરપ્રદેશમાં હજુ બાકીના તબકકાઓમાં પક્ષોએ મહેનત કરવી પડશે તે નિશ્ચિત છે અને તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓને પ્રવાસ વધી ગયા છે.
આગામી દિવસોમાં ઉતરપ્રદેશમાં હવે જાેર રહેશે. આ રાજય સિવાય ફકત મણીપુરમાં જ મતદાનના બે તબકકા યોજાવાના છે અને તેથી તમામ બાકીના તબકકાઓમાં યુપીમાં જાેરદાર જંગ જામશે તે નિશ્ચિત છે.HS