Western Times News

Gujarati News

આજે પણ મેલુ ઉપાડવાના મુદ્દા પર ચર્ચા કરવી પડી રહી છે : જયા બચ્ચન

નવીદિલ્હી: રાજયસભામાં આજે વિવિધ પક્ષોના સભ્યોએ હાથથી મેલુ ઉપાડવાનો કચરો સાફ કરવાની કુપ્રથા,ઓરિસ્સાના સંબલપુર રેલવે સ્ટેશનને બંધ કરવાનો કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને કિસાનની માન્યતા આપવાનો અને કોવિડ ૧૯ સંબંધિત જૈવ ચિકિત્સકીય કચરાના પ્રબંધનનો મામલો ઉઠાવ્યો હતો આ સાથે જ તેના સમાધાન માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

રાજયસભામાં શૂન્યકાળ દરમિયાન સપાના જયા બચ્ચને હાથથી મેલુ ઉપાડવાનું અને કચરો સાફ કરવાની કુપ્રથાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ મામલો અનેક વાર સંસદમાં ઉઠયો છે પરંતુ આજે પણ તેની પરિસ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી જયા બચ્ચને કહ્યું કે શરમ આવે છે કે આપણે ચાંદ અને મંગલ પર જવાની વાત કરીએ છીએ અને ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરવી પડી રહી છે.

તેમણે કહ્યું કે કમ આપણે હજુ સુધી તેમને સુરક્ષા આપી શકયા નહીં વિકાસના મોટા મોટા દાવા થાય છે ચાંદ અને મંગલ પર પહોંચવાની વાત થાય છે પરંતુ આ પ્રથા હજુ પણ અહીં સમાપ્ત થઇ શકી નથી તેમણે કહ્યું કે તેનાથી થનાર મોત દેશની સાથે જ ગૃહમાં બેઠેલા સાંસદો માટે પણ શર્મિદગીનો વિષય છે તેમણે કહ્યંું કે સરકારને આ મામલામાં સ્થિતિ સ્પષ્ટ કરવી જાેઇએ જયા બચ્ચને કહ્યું કે ફકત સુત્રોથી કામ ચાલશે નહીં કામ કરવાથી થશે રેલવેમાં આ પ્રકારની સમસ્યા છે અને રેલ મંત્રાલયે તેના પર ધ્યાન આપવું જાેઇએ

દરમિયાન બીજુ જનતાદળના અમર પટનાયકે કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કિસાનની માન્યતા આપવાની માંદ કરી હતી તેમણે કહ્યું કે કિસાનોની સરકારી પરિભાષામાં એવી મહિલાઓને સામેલ કરવી જાેઇએ અને કિસાનોને મળનારી તમામ સુવિધાઓ પણ તેમને ઉપલબ્ધ કરાવવી જાેઇએ જયારે કોંગ્રેસના રાજીવ સાતવે બંબઇ ઉચ્ચ ન્યાયાલયનું નામ મુંબઇ ઉચ્ચ ન્યાયાલય કરવાની માંગ ઉઠાવી હતી. કોંગ્રેસના જ અમી યાજ્ઞિકે કોવિડ ૧૯ મહામારી સંબંધિત જૈવ ચિકિત્સકીય કચરાના પ્રબંધનનો મામલો ઉઠઆવ્યો હતો.

રાજયસભાના સભાપતિ એમ વૈકૈયા નાયડુએ પણ તેને ગંભીર મામલા બતાવ્યા હતાં અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્દનને આ સંબંધમાં તમામ રાજયોને દિશા નિર્દેશ જારી કરવાનું સુચન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.