આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો
નવીદિલ્હી, સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યાની જાહેરાત કરી છે એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે કિંમતોમાં કોઇ ફેરફાર કરાયો નથી જયારે ગુરૂવારે તેના ભાવમાં ઘટાડો થયો હતો રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં ૧૩ પૈસાનો ઘટાડો નોંધાયો છે અને તેની કીંમત ઘટીને ૮૧.૮૬ રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે ડીઝલની કિમતમાં ૧૨ પૈસાનો ઘટાડો કરાયો છે અને આજનો ભાવ ૭૨.૯૩ પૈસા પ્રતિ લિટર પહોંચી ચુકયું છે. એ યાદ રહે કે રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલની નવી કિમતો લાગુ કરવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી,ડીલર કમિશન અને અન્ય ચીજો જાેડાયા બાદ આ ભાવ ડબલ થઇ જાય છે.
મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાેઇએ તો દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૮૬ રૂપિયા ડીઝલ ૭૨.૯૩ રૂપિયા પ્રતિ લિટર મુંબઇ પેટ્રોલ ૮૮.૫૧ રૂપિયા અને ડીઝલ ૭૯.૪૫ રૂપિયા પ્રતિલીટર કોલકતા પેટ્રોલ ૮૩.૩૫ પૈસા અને ડીઝલ ૭૬.૪૩ રૂપિયા પ્રતિ લીટર ચેન્નાઇ પેટ્રોલ ૮૪.૮૫ રૂપિયા અને ડીઝલ ૭૮.૨૬ રૂપિયા પ્રતિ લીટર છે.સાઉદી આરબ દુનિયામાં કોરોના કેસની સંખ્યાના વધારાના કારણે ઓકટોબર માટે કાચા તેલની કીમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી આ પછી મંગળવારે કાચા તેલની કિંમત ૪૦ ડોલર નીચે આવી હતી.એકસપટ્ર્સનું કહેવુ છે કે તેનો સીધો ફાયદો ભારત જેવી અર્થવ્યવસ્થાને મળશે એક તો કાચા તેલના ઇમ્પોર્ટ પર ખર્ચ ધટશે અને સાથે બજારમાં પેટ્રોલ ડીઝલની કીંમતોમાં ઘટાડો થશે વિદેશી મુદ્રાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં ફેરફાર આવે છે.HS