આજે ફરી પેટ્રોલ-ડીઝલ મોંઘાં ,મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી તમામ શહેરોમાં ઇંધણના ભાવમાં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલ ૨૬થી ૩૦ પૈસા અને ડીઝલ ૨૮થી ૩૧ પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૪ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે. નોંધનીય છે કે, પેટ્રોલની કિંમતમાં ચૂંટણી બાદથી જ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તેની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે.
આ મહિનામાં અનેક હપ્તામાં ફ્લૂઇલની પ્રાઇઝ વધારવામાં આવી છે. ચૂંટણી બાદ સમયાંતરે ૧૬ દિવસમાં જ પેટ્રોલ ૩.૫૯ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. તો બીજી તરફ ડીઝલ ૪.૧૩ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૩.૯૪ રૂપિયા અને ડીઝલ ૮૪.૮૯ રૂપિયા પ્રતિ લીટર છે., મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૧૯ રૂપિયા અને ડીઝલ ૯૨.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૫.૫૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૫ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૩.૯૭ રૂપિયા અને ડીઝલ ૮૭.૭૪ રૂપિયા પ્રતિ લીટર છે.