આજે રશિયા એ વાત ભૂલી ગયું છે કે તાલિબાન સાથેના યુદ્ધમાં યુક્રેન રશિયા સાથે હતું!
નાટોના દેશોને યુક્રેનને ‘નોફ્લાય’ ઝોનમાં મુકવા કરેલી રજૂઆતને રાજકીય મુસદ્દીગીરીના ચક્રવ્યૂહ સાથે કરેલો ઈનકાર વિશ્વમાં પ્રસરતી સરમુખત્યાર શાહીથી વિશ્વને કઈ રીતે ઉગારશે?!
૨૯ જૂન ૧૯૪૧ના રોજ હિટલરે રશિયા સાથે યુદ્ધસંધી ફગાવી નાખી રશિયા પર હુમલો કરી દીધો હતો એ જ રીતે ‘નાટો’નો મુદ્દો આગળ ધરી ને રશિયાના પુતીને યુક્રેન પર હુમલો કરી દીધો?!
તસવીર ડાબી બાજુથી યુક્રેનની રાજધાની ની છે બીજી ઇન્સેટ તસવીર યુક્રેન ના પ્રમુખ વોલોદીમીર ઝેલેસ્કી ની છે જે યુક્રેનની આઝાદી, લોકશાહી, માનવ અધિકાર બચાવવા વ્લાદિમીર પુતિન જેવા શક્તિશાળી નેતૃત્વ સામે ટક્કર લઇ રહ્યા છે! આવો અનુભવ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશીયા ને થયો હતો
અને એક હથું સત્તાને લઈને રશીયાએ મોટી કિંમત જર્મની સામે લડતા ચૂકવી હતી અને રશિયા પાસેથી મળેલી મદદને કારણે જર્મની નો હિટલર વધુ બળવાન બન્યો હતો જર્મનીની સેનાએ ફ્રાંસને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું ત્યારે બ્રિટન ફ્રાંસની પડખે આવીને ઊભું હતું આજે યુક્રેન ની સ્થિતિ વધુ ખરાબ છે
યુક્રેન સાથે યુરોપના એક પણ દેશ તેની પડખે લશ્કરી તાકાત સાથે ઉભા નથી અને આજે રશિયાએ ભૂલી ગયું છે કે તાલિબાન સાથેના યુદ્ધમાં યુક્રેન રશિયા સાથે હતું! આવું જ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલું છે રશિયા એ જર્મની સાથે યુદ્ધસંધી કરી હતી એની પર જર્મનીની નજર હતી આજે રશીયાની નજર યુક્રેન ઉપર છે
૨૯ જૂન ૧૯૪૧ના રોજ હિટલરે રશિયા સાથે યુદ્ધસંધી ફગાવી નાખી રશિયા પર હુમલો કરી દીધો હતો એ જ રીતે ‘નાટો’નો મુદ્દો આગળ ધરી ને રશિયાના પુતીને યુક્રેન પર હુમલો કરી દીધો?! સામાન્ય રીતે સરમુખત્યારની રણનીતિ આવી જ હોય છે?! બીજી તસવીર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનની છે
જ્યાંથી તે યૂક્રેન પર હુમલા નું સંચાલન કરી રહ્યા છે જ્યારે બાજુ ની તસ્વીર જર્મની ના એડોલ્ફ હિટલરની છે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર દુનિયા નો ઇતિહાસ બદલવાની ઈચ્છા ધરાવતા હતા અને સમગ્ર વિશ્વ પર જર્મનીનું સામ્રાજ્ય સ્થાપવા ની હિટલરની જીદને કારણે જર્મનીએ રશિયા સામેના યુદ્ધમાં ક્યારે ન પૂરાય એવી ખોટનો સામનો કરવો પડયો હતો!
અને જર્મનીના લાખો સૈનિકો અને નાગરિકો મોતને શરણ થયા હતા વિશ્વના પર્લહાર્બર પર જર્મનીના મિત્ર રાષ્ટ્ર જાપાને કરેલા હુમલાને કારણે અમેરિકા નારાજ થયું હતું અને એ દરમિયાન વિશ્વના કેટલાક દેશોએ એવું લાગવા લાગ્યું હતું કે જર્મનીને રોકવામાં નહીં આવે તો સમગ્ર માનવજાત માટે ખતરો બની જશે!!
આ જ સ્થિતિ આજે રશિયાએ યૂક્રેન સામે ઊભી કરી છે અને રશિયા જે રીતે બેફામ બેખોફ આક્રમણ કરી રહ્યું છે અને જેમાં અનેક નાગરિકો માર્યા ગયા છે રહેઠાણના વિસ્તારમાં મિસાઇલ અને બોમ્બ હુમલા કરે છે અને છેલ્લે દક્ષિણમાં યુક્રેન સ્થિત મેકરેઝિયા પર પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરીને રશિયાએ સમગ્ર વિશ્વની માનવજાતને ખતરામાં મુકી દીધી છે
પરમાણુ પ્લાન્ટને આજે ભલે નુકસાન ન થયું હોય પરંતુ આવતીકાલે આ પ્લાન્ટમાંથી રેડિએશન લીકેજ થાય તો આ ધરતી ઉપર અમાનવીય સ્થિતિ સર્જાઈ શકે છે. આમ છતાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપિયન દેશો તથા ટોચના દેશો આક્રોશ વ્યક્ત કરે છે
પરંતુ માનવતા, લોકશાહી, માનવ અધિકાર ને બચાવવા માટે અને વિશ્વની સરમુખત્યારશાહી બચાવવા માટે વિશ્વ હજી એક થઈને આક્રમક બન્યુ નથી અને માનવતા બચાવવા માટે બીજા રાષ્ટ્રો કિંમત ચૂકવવા તૈયાર નથી એ અત્યંત વેદના મય ઘટના છે રસપ્રદ અને મહત્વની બાબત એ છે કે યુક્રેને નાટો સમક્ષ નો ફ્લાય જાેન માં મુકવા ની રજૂઆત કરી હોવા છતાં નાટોના વડા જેમસ્ટોલનબેગે ને જાહેર કરી છે કે
યુક્રેનના આકાશમાં નાટો પહેરો નહીં કરે કારણ કે વર્તમાન યુદ્ધ એ જ યુક્રેન જાય તેમ તેઓ ઇચ્છતા નથી અને જાે યુક્રેનના આકાશમાં રશિયા ના વિમાન ઉડે અને જાે નો ફ્લાય ઝોન જાહેર થાય તો નાટો એ લશ્કરી કવાયત કરીને રશિયાના વિમાનોને ફૂંકી મારવા પડે આ એ પરિસ્થિતિ દર્શાવે છે કે વિશ્વના લોકશાહી દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ જેવા અનેક રાષ્ટ્રો લોકશાહી માનવ અધિકાર અને રક્ષણ માટે પીછેહઠ કરીને રશિયાને વધુ મજબૂત કરી રહ્યા છે
અને આ સંજાેગોમાં લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત તટસ્થ હોવાના દાવા સાથે જે રાજકીય મુસ્દ્દીગીરી દ્વારા તટસ્થ રહેવાનો જે દાવો કર્યો છે એ પણ લોકશાહી સામેની સહાનુભૂતિ નહીં પણ પડકારરૂપ બાબત બની શકે છે! તેના પ્રત્યાઘાત રૂપે યુક્રેન ની પ્રજા ભારત થી નારાજ છે
કારણ કે પુતિને સાર્વભૌમાત્વ યુકેન રાષ્ટ્ર પર પોતાની વિસ્તારવાદી રાજનીતિ ઠોકી બેસાડી લોકશાહી નો મૃત્યુ ઘંટ વગાડવા મેદાને પાડ્યા છે ત્યારે વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ ભારત આવી ક્ષણે તટસ્થ નીતિ કઈ રીતે દાખવી શકે? ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના હિટલરે જે રણનીતિ અપનાવી હતી એ જ રણનીતિ અત્યારે રશિયાના પુતિન અપનાવી રહ્યા છે?!
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચીલે કહ્યું છે કે ‘‘આપણે માટે જીવવું એ પૂરતું નથી કશાક માટે જનુન પૂર્વક જીવવું એ મહત્વનું છે”!! અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટરે કહ્યું હતું કે ‘‘માનવ અધિકાર ની શોધ અમેરિકાની નથી કરી બલ્કે એમ કહેવું જાેઈએ કે માનવા અધિકારે ખરા અમેરિકાની શોધ કરી છે”!!
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કદાચ બીજા દેશો જાેડાયા નથી પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીના હિટલરે જે બાજી ચીપી હતી એવી જ બાજી હાર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચીપી રહ્યા છે અને પુતીન ના પુતળા હિટલરે સાથે જાેવા મળે છે?!