આજે વર્ષ ૨૦૨૦નું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ થશે
નવી દિલ્હી: વર્ષ ૨૦૨૦નું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ ૧૪ ડિસેમ્બરે યોજાશે. સૂર્ય ગ્રહણની આ ઘટનામાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આશિંક કે પૂર્ણ રૂપે આવવાથી થાય છે. આ વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણથી જાેડાયેલી કેટલીમ મહત્વની જાણકારી વિષે તમને પણ માહિતી હોવી જાેઇએ. વર્ષ ૨૦૨૦ના જૂન મહિનામાં પહેલું સૂર્ય ગ્રહણ થયું હતું. વર્ષના આ છેલ્લા અંતિમ ૧૪ ડિસેમ્બરે થશે. આ પહેલા ૨૧ જૂન ૨૦૨૦ના રોજ સૂર્યગ્રહણ થયું હતું. વર્ષ ૨૦૨૦માં કુલ ૬ ગ્રહણ થયા હતા. જેમાં ૨ સૂર્ય ગ્રહણ અને ૪ ચંદ્ર ગ્રહણ સમાવેશ થાય છે.
હિંદુ ધર્મ મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનો રાશિ પર પણ મોટો પ્રભાવ પડે છે. અને આ કારણે આપણે જીવનમાં પણ બદલાવ આવે છે તેમ મનાય છે. તો જાણો આ સૂર્ય ગ્રહણથી આપણી રાશિ પર શું પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહણ દરમિયાન આ વખતે ગુરુ ચંડાલ યોગ બની રહ્યો છે. ત્યાં જ પાપી ગ્રહ રાહુની દ્રષ્ટી દેવગુરુ બૃહસ્પતિ પર છે. બૃહસ્પતિ મકર રાશિમાં શનિની સાથે બેઠો છે. જે જાતકોની જન્મપત્રીમાં પહેલાથી જ ગુરુ ચંડાલ યોગ છે જેમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સૂર્ય ગ્રહણ વખતે ગ્રહોની જે સ્થિતિ બની રહી છે
તેનાથી ડિસેમ્બરથી લઇને એપ્રિલ સુધી પરિસ્થિતિ ચિંતા ઉત્પન્ન કરે તેવી બની રહી છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં જાેવા મળે. વળી સૂર્ય ગ્રહણનું સૂતક કાળ પણ નહીં મનાય. આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, સાઉથ આફ્રિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં જાેઇ શકાશે. આ સૂર્ય ગ્રહણ ૧૪ ડિસેમ્બરે સાંજે ૭ વાગ્યાને ૦૩ મિનિટ પર શરૂ થશે. અને પછી ૧૪ ડિસેમ્બર અને ૧૫ ડિસેમ્બરની મધ્યરાત્રી ૧૨ઃ૨૩ વાગે પૂરું થશે. આ સૂર્ય ગ્રહણ લગભગ ૫ કલાક ચાલશે.