આજે સવારે નરોડામાં “પ્લાસ્ટિક મુક્ત નરોડા” કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની ઝુંબેશ ઉપડ્યા બાદ નાના મોટા તમામ નેતા , સરકારી કર્મચારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ તેમની સાથે આ ઝુંબેશમાં સામેલ થયા છે. તથા પ્લાસ્ટિક ના ઉત્પાદનોનું નિષેધ કરીને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આવો જ એક કાર્યક્રમ આજે સવારે નરોડા વિસ્તારમાં સ્થાનિક નેતા તથા પોલીસ દ્વારા સાથે મળીને યોજવામાં આવ્યો હતો. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલાએ ઉપસ્થિત રહીને લોકોને પ્લાસ્ટિકના ઉત્પાદનો નહિ વાપરવાનું પ્રણ લેવડાવ્યો હતો. ઉપરાંત નાગરિકોએ પણ વિવિધ બેનરો હાથમાં રાખીને પ્રદર્શન કર્યું હતું.