આજે સોમવતિ અમાસ તથા શનિદેવ જ્યંતિનો અનોખો સંગમ
શનિદેવના મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, નમામિ શનૈશ્વરાય નમઃ આજે બે તીથિીઓનો સંગમ (૧) સોમવતી અમાસ તથા (ર) શ્રી શનિદેવ જન્મજ્યંતિ. સોમવતી અમાસે નદીએ જઈ સ્નાન કરવાનું મહ¥વ છે તેમ શ્રીશનિશ્વર દેવના મંદિરે તેલ, કાળા અડદના દાણા ચઢાવવાનું મહ¥વ છે. અને તેથી જ શ્રદ્ધાળુ લોકો આજે વહેલી સવારે નદીએ સ્નાન કરતા નજરે પડતા હતા. વટ સાવિત્રીનું વૃત પણ આજે હોવાથી બહેનો વડની પૂજા પણ કરે છે. પુરાણો અનુસાર શનિદેવના પિતા સુર્યનારાયણ છે. શનિગ્રહ સૂર્યમંડળમાં સૂર્યની પરિક્રમ્મા કરનારો છઠ્ઠો ગ્રહ છે.
રામાયણમાં ઉલ્લેખ છે કે લંકાપતિ રાવણે પોતાનું કોઈ અનિષ્ઠ ન થાય એ માટે બધા જ ગ્રહોને અંકુશમાં રાખી દીધા હતા. પરંતુ શનિ ગ્રહ તેને તાબે ન થતાં કહેવાય છે કે રાવણે શનિદેવને ઘોર યોતનાઓ આપવા માંડી હતી. પરંતુ તેમ છતાં શનિદેવ રાવણને વશ ન થયા.ં હનુમાનજીને જ્યારે આ વાતની ખબર પડી તયારે યુક્તિ-પ્રયુક્તિથી રાવણની કેદમાંથી શનિદેવને મુક્ત કરાયા. જેને કારણે શનિદેવે વચન આપ્યુ હતુ કે જે ભક્ત ભાવ અને શ્રધ્ધાપૂર્વક હનુમાનજીની આરાધન કરશે, દર્શન કરશે તે ભક્તને ક્યારેય તકલીફ નહીં આપું.
આજે શ્રી શનિ જ્યતિના દિવસે ે હનુમાનજીની ઉપાસના કરવાથી આવી પડેલા સંકટો દૂર થતાં હોય છે. હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી માત્ર શનિ દોષોનું જ નહીં પરંતુ અનેક અશુભયોગનો કારણે ઉત્પનન થતાં કષ્ટો પણ દૂર થતા હોય છે.
વિષ્ણુ ભગવાનના મિત્ર શનિદેવની પૂજા અર્ચના તથા મંત્ર જાપથી આવેલા તથા આવનારા કષ્ટોથી શનિદેવ ઉગારી લેતા હોય છે. શન દિેવને પરસન્ક રવા નીચેના શ્લોકોનો જાપ બહું જ અસરકારક માનવામાં આવે છે.
ઓમ નિલાંજન સમાભાસમ્ રવિપુત્ર યમાગ્રજ્મ, છાયા માર્તંડ સભૂત તં નમામિ શનિશ્વરમ
શનિદેવના મંદિરોમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં શ્રી ગણેશજીના, શ્રી શનિ અભિષેક, નવગ્રહ શાંતિ પાઠ શ્રી શનિજપ, તથા યજ્ઞ મુખ્ય છે.શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર આવેલા શ્રી શનિદેવના પુરાણા મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓને ભારે ભીડ દર્શનાર્થેે જાવા મળે છે. તેલ તથા કાળા તલનો અભિષેક કરી, ભક્તો ઘન્યતા અનુભવે છે.
આ હોમ-હવનમાં બેસવા માટે મોટી સંખ્યામાં ભક્તોની કતાર જાવા મળે છે. ચાંદલોડીયામાં અર્જુન આશ્રમ ખાતે આવેલ શ્રી રિધ્ધી શનિદેવ મંદિરમાં , શનિદેવ જન્મજ્યંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હવન તથા ધાર્મિક અનુઠાનોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે ૮ વાગ્યે હવનનો પ્રારંભ થયો છે. તથા બપોરે ૧ર વાગ્યે મહઆરતી , ૧ર.૩૦ કલાકે ધજા ચઢાવાશે. સાંજના ૭ વાગ્યે મહાપ્રસાદ, ર૩૦૦૦ આહૂતીઓ હવનમાં ભક્તો દ્વારા આપવામાં આવનાર છે તેમ મહંત મહશે મહારાજ (ભૃગુવશી) જણાવે છે. ધન રાશી, મકર રાશિ, વૃશ્ચિક રાશી, તથા વૃષભ અને કન્યા રાશિને શનિથી નાની-મોટી પનોતી ચાલે છે. આ રાશીવાળી વ્યÂક્તઓએ શનિદેવની આરાધના કરે તો શનિદેવ દોષોનું નિરાકરણ કરશે.