આજે સ્વદેશી સબમરીન નેવીમાં થશે સામેલ

નવી દિલ્હી, સ્કોર્પીન ક્લાસની ચોથી સબમરીન INS વેલા લગભગ ૧૧ મહિના સુધી વિવિધ પ્રકારના પરીક્ષણ પછી નેવીમાં સામેલ થવા સંપૂર્ણ તૈયાર છે. તેનુ ૨૫ નવેમ્બરે નેવીમાં સામેલ થશે. લગભગ ૬૭.૫ મીટર લાંબી અને ૧૨.૩ ઉંચી આ સબમરીન ૩૦૦-૪૦૦ મીટર સુધી સમુદ્રના ઉંડાણમાં જવામાં સક્ષમ છે.
INS વેલા દુશ્મનોનો શિકાર કરવા સક્ષમ છે. કારણ કે તેની અંદર ગોઠવવામાં આવેલા ઉપકરણો ખૂબ જ ઓછો અવાજ કરે છે. આ કન્વેન્શનલ સબમરીન હોવાના કારણે તે બેટરી અને ડિઝલ બંને મોડમાં ચાલવામાં સક્ષમ છે.
આ સબમરીને મુખ્ય રીતે ડિઝલથી બેટરીને ચાર્જ કરે છે અને પછીથી બેટરીથી સબમરીન ચાલે છે. કેપ્ટન મેથ્યૂના જણાવ્યા અનુસાર, તેની સ્ટેલ્થ ફ્યૂચર અત્યાધુનિક છે.
નેવીમાં સામેલ થનારી INS વેલામાં ૧૦ ઓફિસર્સ અને ૩૫ નેવી સૈનિક તહેનાત રહેશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રની ઉડાઈમાં આ સબમરીન લગભગ ૪૫ દિવસ સુધી રહેવા સક્ષમ છે. ૬ મે ૨૦૧૯એ INS વેલા લોન્ચ થઈ હતી. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પ્રથમ વખત સમુદ્રી ટ્રાયલનો સામનો આ સબમરીને કર્યો.
નેવીની એમડીએલએ આ વર્ષે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ INS વેલાને સોંપી હતી. INS વેલાના સોનાર ઓપરેટર વિશાલ સામાને કહ્યું છે કે ફ્રાન્સની મદદથી આ સબમરીનનું નિર્માણ મુંબઈ સ્થિત મેસર્સ એમડીએલમાં થયું છે. તેનું સોનાર અત્યાધુનિક હોવાના કારણે તે નાની-નાની ગતિવિધિને પણ પકડી લે છે. તેમણે જણાવ્યું કે આ સબમરીનને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે સમુદ્રની અંદર છુપાઈને દુશ્મન પર હુમલો કરી શકે અને તેને ખત્મ કરી શકે.
આ પહેલા INS કલવરી પછી સબમરીન ખંડેરી અને સબમરીન કરંજ નેવીમાં સામેલ થઈ અને હવે ચોથી સબમરીન INS વેલા સામેલ થવા જઈ રહી છે. INS વેલા સબમરીન અત્યાધુનિક સ્ટેલ્થ ફ્યૂચર, હથિયાર સિસ્ટમ, એડવાન્સ્ડ સોનાર, રડાર, ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સ સેન્સર અને સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમથી લેન્સ છે. આ સબમરી કલવરી કલાસની છ સબમરીનમાં ચોથી છે.