Western Times News

Gujarati News

આજે હોળી પર્વની પરંપરાગતરીતે ઉજવણી થશે

અમદાવાદ: આવતીકાલે તા.૯મી માર્ચે ફાગણી પૂનમે હોળી અને બીજા દિવસે તા.૧૦મી માર્ચના ધૂળેટીના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રંગોત્સવ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. તો હોળીના પવિત્ર પર્વને લઇ આવતીકાલે સાંજના સમયે હોલિકાદહન અને હોળીની પ્રદક્ષિણા કરી પ્રજાજનો દ્વારા ધાર્મિકઆસ્થાની પરંપરાગત ઉજવણી કરવાનું પણ આયોજન કરાયું છે.

બીજીબાજુ, હોળી-ધૂળેટીને લઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી સહિતના યાત્રાધામોમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવાની તૈયારીઓ જારદાર રીતે ચાલી રહી છે. ખાસ કરીને ડાકોર, દ્વારકા ખાતે તો, હોળીના રંગોત્સવની સાથે સાથે ધૂળેટીના દિવસે ફુલ દોલોત્સવની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોળી-ધૂળેટીના પર્વને લઇ આ યાત્રાધામોમાં લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટશે. શા†ો અનુસાર, હોળીનો તહેવાર બે દિવસનો હોય છે.

પહેલા દિવસે હોળીના દિવસે હોલિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર રંગોત્સવ સાથે મનાવવામાં આવે છે. શાસ્ત્રો  અનુસાર, હોલિકાદહન ફાગણ મહિનાની પૂર્ણિમાના રોજ કરવામાં આવે છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળી અને પૂનમ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે આવતીકાલે તા.૯મી માર્ચે હોળીના દિવસે ફાગણી પૂનમ અને બીજા દિવસે તા.૧૦મી માર્ચે ધૂળેટીના દિવસે રણછોડરાયજીના ફુલ દોલોત્સવને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ફાગણી પૂનમ હોળીએ રણછોડરાયની મંગળાઆરતીના દર્શનનું મોટુ મહત્વ મનાય છે કારણ કે, મંગળાઆરતી દરમ્યાન રણછોડરાયજી સાક્ષાત હાજરાહજૂર મંદિરમાં હાજર હોવાની માન્યતા છે, જેને લઇ પૂનમનું શ્રધ્ધાળુ ભકતોમાં અનેરું મહાત્મ્ય છે. તો, દ્વારકામાં પણ દ્વારકાધીશ હાજરાહજૂર સાક્ષાત હાજર રહેતા હોવાની ભકતોની માન્યતા છે, જેને લઇ હોળી-ધૂળેટીના પર્વમાં પ્રભુભકિતનો માહોલ ચરમસીમાએ જાણે પહોંચે છે. બીજા દિવસે ધૂળેટીએ સવારે ૯-૦૦થી બપોરે ૧-૦૦ દરમ્યાન ભવ્ય ફુલ દોલોત્સવ ઉજવાશે.

જેમાં ફુલોનો બહુ સુંદર અને નયનરમ્ય ઝુલો બાળગોપાલ માટે તૈયાર કરાશે અને તેમાં તેમને બેસાડી અનેક લાડ લડાવવામાં આવશે અને ભકિતસભર કાર્યક્રમોની અને પરંપરાઓની વચ્ચે હાયડા સહિતનો પ્રસાદ ધરાવવામાં આવશે. યાત્રાધામ શામળાજી અને અઁબાજી ખાતે પણ હોળી-ધૂળેટીને લઇ રંગોત્સવની ઉજવણીના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. તો, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઠેર-ઠેર સોસાયટી, શેરી, પોળ-મહોલ્લાના નાકે લાકડાઓ એકત્ર કરી હોળી પ્રગટાવી હોલિકાદહન અને દર્શનનું અનેરું મહાત્મ્ય હોઇ તે માટેના ખાસ આયોજન કરવામાં આવ્યા છે. લોકોમાં હોળી-ધૂળેટીના પર્વને લઇ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે પરંત કયાંક ને કયાંક કોરોના વાયરસની દહેશત વચ્ચે રંગોના આ પર્વની ઉજવણી થોડી ફિક્કી વર્તાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.