આઝમગઢથી ભાજપે ‘નિરહુઆ’ને આપી ટિકિટ, રામપુર સીટ માટે પણ ઉમેદવાર જાહેર
નવીદિલ્હી,ભાજપે લોકસભા અને વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ઉત્તર પ્રદેશની આઝમગઢ સીટથી દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ને ઉમેદવાર બનાવ્યા છે. મહત્વનું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે દિનેશ લાલ યાદવને આઝમગઢ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તો રામપુર લોકસભા સીટ પરથી ભાજપે ધનશ્યામ લોધીને ટિકિટ આપી છે.
ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભાની પેટાચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રદેશના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બોરદોવલીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. અગરતલાથી ડો. અશોક સિન્હાને ટિકિટ આપવામાં આવી છે. સુરમાથી સ્વપ્ન દાસ પોલ ચૂંટણી લડશે. આ સિવાય જુબરાજનગરથી માલિના દેબનાથને ટિકિટ મળી છે.
તો આંધ્ર પ્રદેશના આત્મકૂર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે ગુંદલપલ્લી ભરત કુમાર યાદવને ટિકિટ આપી છે. આ સિવાય દિલ્હીના રાજિન્દર નગર સીટથી રાજેશ ભાટિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઝારંખડની મંદર વિધાનસભા પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે ગંગોત્રી કુજુરને ટિકિટ આપી છે.HS2KP