આઝમગઢમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દી સાથે દુષ્કર્મ

આઝમગઢ, ઉત્તરપ્રદેશના આઝમગઢમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. દર્દી સાથે હોસ્પિટલમાં કામ કરતાં કંપાઉન્ડરે દુષ્કર્મ કર્યું હતું. આરોપી કમ્પાઉન્ડરની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તપાસ શરૂ કરી દેવાઈ હતી. ૨૫ વર્ષીય પીડિતા જે થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ થઈ હતી તેણે શરદી ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે કંપાઉંડરે તેણી સાથે દુષ્કર્મ કર્યું હતું.
આ ઘટના આજમગઢના જીયનપુર કોતવાલી ક્ષેત્રના એક પ્રાઇવેટ નર્સિંગ હોમની છે. અહીં છ સપ્ટેમ્બરે શરદી ખાંસી અને તવનની ફરિયાદો લઈને એક મહિલાને દાખલ કરવામાં આવી હતી. પીડિતાના પતિએ આરોપ લગાવ્યો હતો કે રાત્રે કંપાઉંડર તેની પત્ની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.
આવાજ આવ્યા બાદ જ્યારે તે જાગ્યા તો કંપાઉંડર ભાગી ગયો હતો. ત્યાર બાદ જ્યારે પતિએ આવાજ કરી મૂક્યો તો હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી હતી અને કમ્પાઉન્ડરની ધરપકડ કરી હતી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી કંપાઉંડર હોસ્પિટલમાં છેલ્લા ૪ વર્ષથી નોકરી કરી રહ્યો હતો.
આઝમગઢના એસપી સુધીર સિંહે જણાવ્યું હતું કે પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે કંપાઉંન્ડરે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. કંપાઉંડર ત્યાં ૪ વર્ષથી નોકરી કરી રહ્યો હતો. જ્યારે ઘટના બની તેના પતિ જે એ જ રૂમમાં ઊંઘી રહ્યા હતા.HS