આઝાદીકા અમૃત મહોત્સવ અને ભાજપ સ્થાપના દિન ઉજવણી અંતર્ગત બાઈક રેલીનો પ્રારંભ કરાયો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
અણખી ખાતે થી પ્રારંભ થયેલ બાઈક યાત્રા તાલુકાના ઉચ્છદ,ગજેરા,વેડચ, ડાભા અને ભાણખેતર ગામોમાં ફરી આગળ ધપી.
(પ્રતિનિધિ)ભરૂચ, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ તેમજ ભાજપ સ્થાપના દિનની ઊજવણી અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા ચાર દિવસ બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જંબુસર વિધાનસભા મત વિસ્તારની બાઈક રેલીનો તાલુકાના અણખી ગામે થી માજી મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં લીલીઝંડી બતાવી ભારત માતા કી જયના જયઘોષ સાથે પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ સહિત યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ,યુવા મોરચાના ના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનીમાં સ્વાતંત્ર્ય સેનાની શહિદ પરિવાર તથા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ઘર આંગણાની માટી કળશમાં લઈ પ્રદેશ યુવા પ્રમુખને અર્પણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
અણખી ખાતે થી પ્રારંભ થયેલ બાઈક યાત્રા તાલુકાના ઉચ્છદ,ગજેરા,વેડચ, ડાભા અને ભાણખેતર ગામોમાં ફરી જંબુસર નગરમાં પ્રવેશી હતી અને ટંકારી ભાગોળ એપીએમસી ખાતે પહોંચી હતી.
બાઈક રેલી દરમ્યાન મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,જયદીપભાઈ પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય સંજયસિંહ સિંધા,યુવા મોરચાના તાલુકા પ્રમુખ જયપાલસિંહ,જંબુસર શહેર યુવા મોરચા પ્રમુખ ભાવિક પટેલ,નગર પ્રભારી પાર્થ પટેલ,મહામંત્રી અમિત રબારી ભરૂચ જીલ્લા મંત્રી કૃપાબેન દોશી,શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ સહીત પાલિકા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉપસ્થિત રહી બાઈક રેલીને સફળ બનાવી હતી.