આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રાઇડરો ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસે
મહેસાણા, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૦૪ ડિસેમ્બર ૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૦૬-૪૫મિનિટે સાયકલ રાઇડરો મહેસાણાથી વડનગર સુધી સાયકલનો પ્રવાસ કરી વડનગર ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેનાર છે.અત્રે ઉલ્લેખનીય છેકે ૨૬ સપ્ટેમ્બરને શુક્રવારના રોજ મહેસાણા જિલ્લાની ૭૫ શાળાઓના ૧૫૦ વિધાર્થીઓ વડનગરની ઐતિહાસિક ધરોહરથી પરીચિત થયા હતા.
૭૫ મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના સમૃધ્ધ, સાંસ્કૃતિ, વારસાથી પરિચિત કરવાના હેતુથી પ્રવાસનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આગામી ૦૪ ડિસેમ્બરના રોજ સવારે ૦૬-૪૫ મિનિટે એન.જી.ઇન્ટરનેશનલ સ્કુલ વિસનગર રોડથી સાયકલ રાઇડરો વડનગર જવાના છે.
મહેસાણાથી વડનગર ૩૬ કિલોમીટરની યાત્રામાં સાયકલ રાઇડરો જાેડાવાના છે. જે યાત્રા સવારે ૦૯-૦૦ કલાકે વડનગર હોટલ તોરણ પહોંચી ત્યાંથી વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લેનાર છે., વડનગરમાં આ સાયકલ રાઇડરો લટેરીની વાવ,અમ્બિકા કથા તળાવ,કિર્તી તોરણ, સપ્તર્ષિ અરો, મ્યુઝિયમ સાઇટ,શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી ગાર્ડન,બુધ્ધ સ્તુપ,રેલ્વે સ્ટેશન સહિત હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેનાર છે.HS