“આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત શહેરોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧,૧૮૪ કરોડના ચેક એનાયત કરાશે
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનારા સમારોહમાં શહેરી વિકાસ રાજયમંત્રીશ્રી વિનોદ મોરડીયા ઉપસ્થિત રહેશે
રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત આવતીકાલ તારીખ ૨૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૧૧૮૪ કરોડના ચેક વિતરણ કરાશે એમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સીઈઓ શ્રી બી.સી. પટણી દ્વારા જણાવાયું છે.
મહાત્મા મંદિર ગાંધીનગર એસ.આર.-૪ હોલ ખાતે બપોરે ૨:૩૦ કલાકે યોજાનારા આ સમારોહમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા પ્રતિ વર્ષ જેમ રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ/સત્તામંડળોને વિવિધ વિકાસ કાર્યો માટે જે નાણાં ફાળવવામાં આવે છે
તદ્દનુસાર આ વર્ષે પણ રૂ. ૧,૧૮૪ કરોડના ચેકનું વિતરણ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાશે. આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના પદાધિકારીઓ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે તેમ વધુમાં જણાવાયું છે.