“આઝાદી સમયના નેતાઓને કોંગ્રેસએ કોરાણે મુક્યા છે”
ગાંધીનગર, વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો હાથ છોડનારા વિશ્વનાથ વાઘેલા અને વિનયસિંહ તોમર આજે ભાજપમાં જાેડાયા છે.ત્યારે આજે ગોરધન ઝડફિયાના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત એનએસયુઆઈના ઉપ પ્રમુખ પાર્થ દેસાઈ એ પણ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે ભાજપ પાર્ટીમાં જાેડાયા બાદ વિશ્વનાથસિહ વાઘેલાએ કહ્યું કે વિકાસ ની બાબતો જાેઈ ને ભાજપમાં જાેડાયો છું. આઝાદી સમયના નેતાઓને કોંગ્રેસએ કોરાણે મુક્યા છે. એટલું જ નહીં દિવસે ને દિવસે કોંગ્રેસની રાજકીય સ્થિતિ ખરાબ થતી ગઈ છે. ત્યારે ભાજપ ના સેવક તરીકે હું જાેડાયો છું.
આ વેળા તેમણે કહ્યું કે સતામાં કોંગ્રેસ આવ્યા બાદ પણ સ્થિતિ નહી બદલાય તેવો દાવો કરવામાં હતો અને વિશ્વનાથસિંહ એ ભવિષ્યવાણી કરી કે કદાચ કોંગ્રેસની સરકાર બને તો પણ તે ટકી નહી શકે એટલું જ નહીં તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી પદ વેચે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ જે કામ સોંપશે તે કામ કરીશું તેઓ વિશ્વાસ આપ્યો હતો