આઝાદ અને તેમના દોસ્ત ઇચ્છતા નથી કે રાહુલ મજબુત બને: કોંગ્રેસ નેતાનો આરોપ

હૈદરાબાદ, ૨૦૧૨ની ઉત્તરપ્રદેશ ચુંટણીઓ પહેલા થયેલ એક ઘટનાને યાદ કરતાં કોંગ્રેસ નેતા એમ શશિધર રેડ્ડીએ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને તેમના ૨૩ મિત્રોમાંથી કેટલાક પર હુમલો કર્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે તે રાહુલ ગાંધીને એક મોટા નેતાના રૂપમાં જાેવા ઇચ્છતા નથી રેડ્ડીએ કહ્યું કે જયારે હું ૨૦૧૧માં રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ(એનડીએમએ)ના ઉપાધ્યક્ષ હતાં અને આઝાદ સ્વાસ્થ્ય મંત્રી હતાં હું જાપાની ઇસેફેલાઇટિસ અને એઇએસના કારણે પીડિતને લઇ તેમને બે મહીના સુધી તેમને મળવાનો પ્રયાસ કર્યો ત્યાં દર વર્ષે સેંકડો બાળકો મરી રહ્યાં હતાં.
તેમણે કહ્યું કે અંતમાં ગોરખપુરના લગભગ ૫૦૦ લોકોએ લોહિથી પત્ર લખી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદને મોકલ્યો, સરકારને આ બીમારી માટે એક રાષ્ટ્રીય કાર્યક્રમને મંજુરી આપવા માટે રાજી કર્યા હતાં દુર્ભાગ્યથી તેના પર વાત યુપીમાં ચુંટણી પહેલા કે તે દરમિયાન વાત કરી નહીં રાહુલ ગાંધીએ આ ચુંટણીઓ દરમિયાન ભારે પ્રચાર કર્યો પરંતુ આ મુદ્દો તે રીતે જાહેર થયો નહીં જે રીતે થઇ શકતો હતો કોંગ્રેસ નેતાએ કહ્યું કે સમાજવાદીએ તેને એક મુખ્ય ચુંટણી મુદ્દો બનાવ્યો અને સત્તામાં આવી તેમણે કહ્યું કે આઝાદે તે સમયે યુપીમાં આ મુદ્દો કેમ બનાવ્યો નહીં આજે આપણે તમામ કહી શકીએ છીએ કે ન તો આઝાદ અને નતો તેમના કેટલાક દોસ્ત રાહુલ ગાંધીને એક મજબુત નેતાના રૂપમાં ઉભરવા માંગીએ છીએ.
તેમણે ૧૯૯૨માં તિરૂપતિમાં એઆઇસીસી પ્લેનરીમાં સીડબ્લ્યુની ચુંટણીના સંબંધમાં એક અન્ય ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એસસી એસટી સમુદાયના એક પણ સભ્ય ચુંટવામાં આવ્યા ન હતાં રેડ્ડીએ કહ્યું કે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ અને વડાપ્રધાન પી વી નરસિમ્હા રાવે તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપતા રાજીનામુ આપવા માટે નિર્વાચિત સીડબ્લ્યુસીને પસંદ કરી અને સમગ્ર સીડબ્લ્યુસીને નામિત કરી. એ યાદ રહે કે તાજેતરમાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસપાર્ટીમાં સંગઠન ચુંટણી કરાવવા અને તેનાથી અધ્યક્ષ ચુંટવાની વકાલત કરી હતી તેમણે કહ્યું હતું કે નિયુકત અધ્યક્ષને એક ટકા કાર્યકર્તાઓનું પણ સમર્થન હોતુ નથી.HS