આઝાદ દેશની કડવી વાસ્તવિકતા : ભણવાની ઉંમરે બાળક ‘મજૂર’
દેશને આઝાદ થયાને 71 વર્ષ પૂર્ણ થવા છતાં કેટલાંક દ્રશ્યો આજેય દિલથી લઈ દિમાગને હચમાચાવી મૂકે છે. વિશ્વગુરૂ બનવાના દાવાઓ વચ્ચે બાળ મજૂરીના કિસ્સાઓ આજે પણ દરેક શહેર અને ગામડાંઓમાં સામે આવતા રહે છે. તેની વચ્ચે દેશમાં લાગુ કરાયેલા બાળ મજૂરી કાયદાની અમલવારીમાં સરકાર અને તંત્ર માયકાંગલી સાબિત થઈ રહી છે. આ અહેવાલમાં કંઈક આવા દ્રશ્યો જ જોવા મળશે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતની કરોડોની યોજનાઓ કેટલી હદે નિષ્ફળ છે, તેનો ઉત્તમ દાખલો પાટણમાં મળી આવ્યો છે. ગરીબ અને મજૂર વર્ગના બાળકો આજે જીવન ગુજારવા અને ક્યાંક પરિવારમાં નાનકડો સહયોગ કરવા માટે મજૂરી કરતા હોય છે. પાટણમાં આવા જ બે શ્રમજીવી સમાજના બાળકો જાહેર માર્ગો પર ઝંડાનું વેચાણ કરતા જોવા મળ્યા હતા.આઝાદ દેશની કડવી વાસ્તવિકતા : ભણવાની ઉંમરે બાળક ‘મજૂર’