Western Times News

Gujarati News

આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે

મથુરા: આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે જેમાં કોઈ મહિલા કેદીને ફાંસી આપવામાં આવશે. મથુરા સ્થિત ઉત્તર પ્રદેશની એક માત્ર મહિલા ફાંસીઘરમાં અમરોહાની રહેવાસી શબનમને મોતની સજા આપવામાં આવશે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ર્નિભયાના આરોપીઓને ફાંસી પર લટકાવનારા મેરઠના પવન જલ્લાદ પણ બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. જાેકે ફાંસીની તારીખ હજુ નક્કી નથી થઈ.

ઉલ્લેખનીય છે કે, અમરોહાની રહેવાસી શબનમે એપ્રિલ ૨૦૦૮માં પ્રેમીની સાથે મળી પોતાના સાત પરિજનોની કુહાડીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી.

આ મામલામાં સુપ્રીમ કોર્ટે શબનની ફાંસીની સજા બરકરાર રાખી હતી. રાષ્ટ્રપતિએ પણ તેની દયાની અરજી ફગાવી દીધી હતી. જેથી જાે બધું સમય મુજબ થયું તો આઝાદી બાદ શબનમ પહેલી મહિલા કેદી હશે જેને ફાંસી આપવામાં આવશે.

નોંધનીય છે કે, મથુરા જેલમાં ૧૫૦ વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી બાદથી અત્યાર સુધી કોઈ પણ મહિલાને ફાંસીની સજા નથી આપવામાં આવી.

વરિષ્ઠ જેલ અધીક્ષક શૈલેન્દ્ર કુમાર મૈત્રયે જણાવ્યું કે હજુ ફાંસીની તારીખ નક્કી નથી થઈ. પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરન્ટ જાહેર થતા જ શબનમને ફાંસી આપવામાં આવશે.

જેલ અધીક્ષકના જણાવ્યા મુજબ, પવન જલ્લાદે બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. તેમને તખ્તો-લીવરમાં કોઈ તકલીફ નોંધી,

જેનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. બક્સરથી ફાંસી માટે દોરડું મંગાવવામાં આવી રહ્યું છે. જાે છેલ્લી ઘડીએ કોઈ અડચણ ન આવી તો શબનમ પહેલી મહિલા હશે જેને આઝાદી બાદ ફાંસીની સજા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.