આટલા સમયમાં દેશના દરેક યુવાઓને મળી જશે વેક્સિન : સ્વાસ્થ્ય મંત્રી
નવીદિલ્હી: વેક્સિનને લઈને મે મહિનાથી સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧થી જયારે વેકસીનેશન શરૂ થયું ત્યારે આ પ્રક્રિયા બરાબર ચાલી રહી હતી. ત્યારબાદ આ આંકડો કરોડો સુધી પહોંચી ગયો હતો. પણ મે મહિનાથી ૧૮ થી ૪૫ વર્ષના લોકોનું વેકસીનેશન શરૂ ત્યારથી વેક્સિનની અછત દેશમાં સર્જાઇ. કેટલાય વેક્સિન સેન્ટર પર હોબાળો મચાવ્યો અને અમુક રાજ્ય સરકારે કેન્દ્ર પ્રત્યે નારાજગી પણ દર્શાવી.
ઘણા બધા એ અન્ય દેશોના વૈજ્ઞાનિકોએ ભારતને વેક્સિન પ્રક્રિયા ઝડપી બને તે માટેની સલાહ આપી હતી. જણાવ્યા અનુસાર ભારતમાં ઓગસ્ટ થી લઈ ડિસેમ્બર સુધીમાં ૨૧૬ કરોડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થઈ જશે. જ્યારે જુલાઇ ૨૦૨૧ના અંત સુધીમાં ૫૧ કરોડ ડોઝ ખરીદવામાં આવશે. તેમણે રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહામારીની સમીક્ષા કરવા માટે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમ તેમણે આ વાત દાવા સાથે કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે ભારતમાં આગળના સમયમાં કોરોનાનું સંક્રમણ ન વધે અને સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ સારી બને તે માટેના બધા જ પ્રયત્નો શરૂ કરી દીધા છે.
વધુમાં તેમણે રસીકરણ પર ભાર મૂકતાં કહ્યું કે જે લોકો બીજાે ડોઝ લેવા માંગે છે તે માટે લગભગ ૭૦ ટકા ડોઝ ઉપલબ્ધ હશે. સાથે જ દરેક રાજ્યમાં વેક્સિન ન વેડફાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં વેક્સિનનું ઉત્પાદન કરતી દરેક કંપનીઓને અમે મદદ કરીશું. તેમને આશા રાખતા કહ્યું કે આવતા મહિનેથી દેશમાં વેક્સિનના ઉત્પાદનમાં તેજી આવશે અને દેશના દરેક યુવાઓને વર્ષના અંત સુધીમાં વેક્સિન મળી જશે.