આટલી ચિંતા તો મારા પેરેન્ટ્સ પણ નથી કરતાં લગ્નના સવાલ પર બોલી સોનાક્ષી

૩૫ વર્ષીય અભિનેત્રીએ આગળ કહ્યું, જ્યાં સુધી હું મારી જિંદગી વિશે વાત કરવા તૈયાર નહીં થઉં ત્યાં સુધી નહીં કરું
મુંબઈ, મનોરંજન જગતના સિતારાઓ વિશે વધુને વધુ જાણવાની તાલાવેલી હંમેશા તેમના ફેન્સમાં રહે છે. પડદા પર દેખાતાં આ કલાકારો અસલ જિંદગીમાં કેવા છે અને શું કરે છે, તેમની અંગત જિંદગીમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની તાલાવેલી ફેન્સમાં હોય છે. એમાંય સેલેબ્સ કોને ડેટ કરી રહ્યા છે તે મુદ્દો હંમેશા લોકોને ચર્ચવો ગમે છે. સોનાક્ષી સિન્હા એવી અભિનેત્રી છે જે કેટલીયવાર તેના લવ અફેર કે રિલેશનશીપને લીધે ચર્ચામાં આવી છે. છેલ્લા થોડા મહિનાઓથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચા ખૂબ ચાલી રહી છે.
સોનાક્ષી એક્ટર ઝહીર ઈકબાલને ડેટ કરી રહી હોવાની પણ ચર્ચા છે. હાલમાં જ સોનાક્ષીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન લગ્ન અંગે વાત કરી છે. સોનાક્ષી સિન્હાએ કહ્યું, “હું હંમેશા એ વાતને વળગી રહી છું કે જાે હું બોલીશ તો મારા કામ માટે નહીં કે અંગત જિંદગી અંગે. પરંતુ ચોક્કસથી લોકો આતુર હોય છે. મારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે તે જાણવામાં રસ હોય છે અને તેમને જે ધારવું હોય તે ધારી શકે છે. ૩૫ વર્ષીય અભિનેત્રીએ આગળ કહ્યું,
જ્યાં સુધી હું મારી જિંદગી વિશે વાત કરવા તૈયાર નહીં થઉં ત્યાં સુધી નહીં કરું. હું હંમેશાથી આવી જ વ્યક્તિ રહી છું. એ વાત મારા સોશિયલ મીડિયામાં પણ જાેઈ શકાય છે. હું જે જગ્યાઓએ જઉં છું કે જ્યાં નથી જતી એ બાબતો મારા સોશિયલ મીડિયા પર દેખાય છે. મારા માટે આ બાબતોમાં સંતુલન જાળવવું સરળ છે. હું દુનિયા સાથે એટલું જ વહેંચીશ જેટલું વહેંચવાની ઈચ્છા છે. સોનાક્ષીને વારંવાર લગ્ન વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે આ વિશે તેણે કહ્યું, મીડિયા અને પબ્લિક મને લગ્ન અંગે જેટલા સવાલો કરે છે
તેટલા તો મારા પેરેન્ટ્સ પણ નથી કરતાં. મીડિયા અને પબ્લિક જેટલી ચિંતા મારા લગ્નની પેરેન્ટ્સને પણ નથી. વર્કફ્રંટની વાત કરીએ તો, સોનાક્ષી સિન્હા ‘ધાડ’ નામની થ્રિલર દ્વારા વેબ ડેબ્યૂ કરવાની છે. આ સિવાય તે હોરર કોમેડી ‘કાકુડા’માં પણ દેખાશે. ઉપરાંત હુમા કુરેશી અને ઝહીર ઈકબાલ સાથે ફિલ્મ ‘ડબલ ઠન્’માં પણ જાેવા મળશે.SS1