આટલી મોટી આફત સામે સોમનાથ મંદિરની એક કાંકરી પણ ન ખરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/somnath-scaled.jpg)
સોમનાથ: તૌકતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જાેવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો ક્યાંક વીઝ થાંભલા ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર રોડ બ્લોક થઈ ગયા છે. પરંતુ કહેવાય છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એવું જ કંઇક સોમનાથ મંદિરે થયું છે.
વાવાઝોડું તૌકતેની સોમનાથ અને વેરાવળમાં નહીવત અસર જાેવા મળી રહી છે. સોમનાથ મંદિરના ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ દાદાની અમી નજર ફી એકવાર જાેવા મળી છે. તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાબિત થઈ છે. જેના કારણે જ અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા-ત્રિશુલ અડીખમ જાેવા મળી રહ્યું છે. અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની એકેય મિલકતને નુકસાન થયું નથી.