આઠમા તબકકામાં ૨૮૩ ઉમેદવારોમાંથી ૬૪ વિરૂધ્ધ અપરાધિક કેસ દાખલ છે
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીના આઠમા તબક્કાના ૨૮૩ ઉમેદવારોમાંથી ૬૪ની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ છે.તેમાંથી ૫૦ની વિરૂધ્ધ ખુબ ગંભર અપરાધિક મામલા છે.તેમાં ભાજપના ૨૧,ટીએમસીના ૧૧ કોંગ્રેસના ૧૦ અને માકપાના સાત ઉમેદવારો સામેલ છે.આઠમા તબક્કામાં ૫૫ કરોડપતિ ઉમેદવારો છે જેમાં ટીએમસીના ૨૮ ભાજપના ૧૨ કોંગ્રેસના પાંચ અને માકપાનો એક ઉમેદવાર સામેલ છે.આઠમા તબક્કાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૧.૦૮ કરોડ રૂપિયા છે ભાજપના તાપસકુમાર યાદવ આઠમા તબક્કામાં વીરભૂમ જીલ્લાની નલહાટી બેઠકથી સૌથી અમીર ઉમેદવાર છે.સોગંદનામા અનુસાર તેની કુલ સંપત્તિ ૩૪,૬૦,૯૩,૬૭૪ રૂપિયા છે.
બીજી તરફ કોલકતાની કાશીપુર બેલગછિયા બેઠકથી અપક્ષ ઉમેદવાર કુશ મહાલી સૌથી ગરીબ ઉમેદવાર છે તેની કુલ સંપત્તિ ૫૦૦ રૂપિયાની છે.કોલકતાની ચૌરંગી બેઠકથી ટીએમસીના નિર્વતમાન ધારાસભ્ય નયના બંદ્યોપાધ્યાયની સંપત્તિ ગત પાંચ વર્ષોમાં સૌથી વધુ ૧૮૫.૬૭ ટકા વધી છે.આ ૨૦૧૬ની ૨,૪૫,૦૯,૪૫૩ રૂપિયાથી વધી ૨૦૨૧માં ૭૦૦,૧૫,૭૫૨ રૂપિયા થઇ ગઇ છે.બીજી તરફ વીરભૂમની નાનુર બેઠકથી માકપાના નિવર્તમાન ધારાસભ્ય શ્યામલી પ્રધાનની સંપત્તિ આ પાંચ તબક્કામાં સૌથી વધુ ઘટી છે ૨૦૧૬માં આ ૫,૯૪,૮૩૮ રૂપિયા હતી જે હવે ધટી ૩,૬૧,૨૨૯ રૂપિયા થઇ ગઇ છે.
આઠમા તબક્કામં ૧૫૨ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક યોગ્યતા પાંચમાથી લઇ ૧૨માંની વચ્ચે બતાવી છે જયારે ૧૨૭ ઉમેદવરોએ સ્નાતક અને તેનાથી વધુ જાહેર કરી છે. ૮૧ ઉમેદવારો ૨૫થી ૪૦ વર્ષની ઉમરના આઠમા તબક્કામાં છે ૮૧ ઉમેદવારો ૨૫થી ૪૦ વર્ષની ઉમરના છે જયારે ૧૫૮ ઉમેદવારોએ પોતાની ઉમરના ૪૧થી ૬૦ની વચ્ચે બતાવી છે જયારે ૪૪ ઉમેદવરોની ઉમર ૬૧થી ૮૦ની વચ્ચે છે આઠમા તબક્કામાં ૩૫ મહિલા ઉમેદવારો છે.